• રિતિક રોશન અને સબા આઝાદના બ્રેકઅપના સમાચારે જોર પક્ડ્યું
  • શું ખરેખર રિતિક રોશન અને સબા આઝાદ અલગ થઈ ગયા?
  • વાયરલ પોસ્ટ પરથી ફેન્સ અનેક પ્રકારની વાતો કરી રહ્યા છે

એવું લાગી રહ્યું છે કે બોલિવુડમાં બ્રેકઅપની સીઝન ચાલી રહી છે. એક પછી એક સંબંધો તૂટવાના સમાચારો સામે આવી રહ્યા છે. હાલમાં જ બોલિવુડ એક્ટ્રેસ નતાશા સ્ટેનકોવિક અને ક્રિકેટર હાર્દિક પંડ્યાએ તેમના લગ્નનો અંત લાવવાની જાહેરાત કરી છે. આ પછી બોલિવુડના ફેમસ કપલના બ્રેકઅપના સમાચારે પણ જોર પકડ્યું હતું. મલાઈકા અરોરા અને અર્જુન કપૂર ઈન્ડિયન કોચર વીકમાં અલગ-અલગ જોવા મળ્યા હતા.

શું રિતિક અને સબા અલગ થઈ ગયા?

આ પછી એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે અર્જુન અને મલાઈકાના સંબંધોમાં તિરાડ પડી ગઈ છે. લોકો હજુ આ દુઃખમાંથી બહાર આવ્યા ન હતા કે હવે બોલિવુડના ફેમસ એક્ટર વિશે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. હવે એક્ટર રિતિક રોશન અને તેની ગર્લફ્રેન્ડ સબા આઝાદ વિશે ખરાબ સમાચાર સાંભળવા મળ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે રિતિક રોશન અને તેની ગર્લફ્રેન્ડ વચ્ચેના સંબંધોમાં તિરાડ આવી ગઈ છે. સંદેશ ન્યૂઝ આ કહી નથી રહ્યું પરંતુ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થયા બાદ આ પ્રકારની અફવા ફેલાઈ રહી છે.


પોસ્ટ થઈ વાયરલ

ફેન્સે રિતિક રોશન અને સબા આઝાદ વચ્ચે કંઈ નોટિસ કર્યું છે, જેના પછી તેમના બ્રેકઅપની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. રેડિટ પર વાયરલ થઈ રહેલી એક પોસ્ટ મુજબ રિતિક અને સબા એકબીજાને ઈગ્નોર કરી રહ્યા છે. તેમની વચ્ચે અંતરના ઘણા સંકેતો જોવા મળ્યા છે. સામે આવેલી આ પોસ્ટ મુજબ આ બીજી વખત છે જ્યારે રિતિક રોશન સબા આઝાદ વગર જોવા મળ્યો છે. પહેલા એક્ટર અનંત અંબાણીના લગ્નમાં તેની ગર્લફ્રેન્ડ સાથે જોવા મળ્યો ન હતો અને હવે તે તેની માતા સાથે ફરાહ ખાનના ઘરે પણ પહોંચ્યો હતો.

શું ખરેખર રિતિક અને સબા વચ્ચેનું અંતર વધી ગયું છે?

રિતિકની ગર્લફ્રેન્ડ તેની સાથે ખુશી અને દુઃખના બંને પ્રસંગોએ જોવા મળી ન હતી. આ સિવાય બીજી એક વસ્તુ છે જે તેમની વચ્ચેના અંતર તરફ ઈશારો કરી રહી છે. હવે રેડિટ પરની આ પોસ્ટ મુજબ રિતિકે તેની ગર્લફ્રેન્ડના લેટેસ્ટ ગીતનું પ્રમોશન પણ કર્યું નથી. હવે ફેન્સ પણ એ જાણવાની કોશિશ કરી રહ્યા છે કે તેમની વચ્ચે શું ચાલી રહ્યું છે. ફેન્સ કહી રહ્યા છે કે રિતિકે તેની ગર્લફ્રેન્ડ સાથે બ્રેકઅપ કર્યું હશે.

  • Follow us on: