• કેબિનેટમાં મહિલા અનામત બિલ મંજૂર થયું છે
  • નવી સંસદમાં કંગના રનોટે ખાસ હાજરી આપી
  • વડાપ્રધાન મોદીના વખાણ કરતા ઘણી વાત કરી

નવી સંસદની શરૂઆત ગણેશ ચતુર્થીના દિવસે થઈ હતી. તમામ સાંસદે ગણેશ ચતુર્થીના દિવસે સાંસદની નવી ઈમારતમાં પ્રવેશ લઈને ગૃહમાં ખાસ હાજરી આપી હતી. નવી સંસદ શરૂ થતા દેશભરમાંથી વડાપ્રધાન મોદી પર શુભેચ્છાઓની વર્ષા થઈ હતી. જોકે, આ યાદીમાં બોલિવૂડના કલાકારોનો પણ સામવેશ થાય છે. કંગના રનોટ અને ઈશા ગુપ્તાએ પણ આ પ્રસંગે ખાસ હાજરી આપી હતી. કંગના અને ઈશાને એક ખાસ ઈવેન્ટ મળી હતી. એમની હાજરીની ખાસ નોંધ લેવામાં આવી હતી.


મહિલાઓ માટે સન્માનની વાત

કંગના રનોટ અને ઈશા સંસદની બહાર ફોટો પણ ક્લિક કરાવ્યો હતો. એમનો એક વીડિયો પણ સામે આવ્યો છે. કંગના વ્હાઈટ સાડીમાં જોવા મળી હતી. જ્યારે ઈશાએ પીચ કલરનો સુટ પહેર્યો હતો. મહિલા અનામત બિલ પર કંગનાએ કહ્યું હતું કે, રાજકારણમાં મહિલાઓ માટે કરિયર બનાવવું કેટલું મુશ્કેલ હોય છે. નવી સાંસદમાં પહેલું સત્ર મહિલાઓને સમર્પિત કરવામાં આવ્યું એ મોટા સન્માનની વાત છે. વડાપ્રધાન મોદી જ્યારથી દેશના વડાપ્રધાન બન્યા છે. તેમણે આપણા દેશ માટે ઘણું બધુ કર્યું છે. આનો તમામ શ્રેય એમને જાય છે.


ખરેખર આ નવો યુગ છે

આજે મહિલાઓ સૈન્ય, યુદ્ધ કરવા જતી ટુકડીઓ, એરફોર્સ-નેવી જેવા ક્ષેત્રમાં જોવા મળે છે. આ એક નવો યુગ છે. વાત નવી સંસદની કરવામાં આવે તો આ ખૂબ જ સુંદર ઈમારત છે. માત્ર એક્ટિંગથી જ નહીં પણ બોલવામાં પણ કંગના આખાબોલી છે. સમયાંતરે એ જુદા જુદા રાજકીય વિચાર અને સમાજના મુદ્દાઓ પર પોતાના વિચાર સ્પષ્ટ કરે છે. આ પહેલા પણ ઘણી વખત તે વડપ્રધાન મોદીના વખાણ કરી ચૂકી છે. એવી અટકળો પણ લગાવવામાં આવી રહી છે કે, કંગના રાજનીતિમાં એન્ટ્રી કરી શકે છે પણ હાલ એનું ફોક્સ ફિલ્મો પર છે. ચંદ્રમુખી અને ઈમરજન્સી જેવી ફિલ્મમાં તે જોવા મળી શકે છે.

  • Follow us on: