- વિશેષ સત્રમાં મોદીને દેશહિતને લઈને વાત કરી
- દેશની વાતમાં રાજકારણ નહીં એકતા જરૂરી
- 19 સપ્ટેમ્બરથી નવી સંસદમાં કામકાજ ચાલું
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે રાજ્યસભાને બૌદ્ધિકતાનું કેન્દ્ર ગણાવ્યું હતું અને કહ્યું હતું કે નવું સંસદ ભવન માત્ર નવી ઈમારત નથી, પરંતુ તે નવી શરૂઆતનું પ્રતીક પણ છે. તેમણે કહ્યું, “આપણા બંધારણમાં રાજ્યસભાને ઉપલા ગૃહ તરીકે પરિકલ્પના કરવામાં આવી છે. બંધારણ ઘડનારાઓનો ઉદ્દેશ્ય એ હતો કે, આ ગૃહ રાજકીય અરાજકતાથી ઉપર ઊઠીને ગંભીર બૌદ્ધિક ચર્ચાનું કેન્દ્ર બને. રાજ્યસભાને સંબોધિત કરતી વખતે પીએમ મોદીએ કહ્યું હતું કે, અમૃતકાળની શરૂઆતમાં આ ઇમારતનું નિર્માણ અને આપણા બધાનો અહીં પ્રવેશ પોતાનામાં જ દેશના 140 કરોડ નાગરિકોની આશાઓ, આકાંક્ષાઓમાં નવી ઉર્જા અને નવો વિશ્વાસ પેદા કરશે.
દેશના હિતો સર્વોપરી
તેમણે કહ્યું, દેશની લોકશાહીમાં કોણ શાસન કરાશે અને કોણ આવે અને કોણ નહીં આવે તે ક્રમ ચાલુ રહે છે. જ્યારે પણ દેશ માટે મુદ્દાઓ આવે છે, ત્યારે આપણે બધાએ રાજકારણથી ઉપર ઊઠીને અને દેશના હિતોને સર્વોપરી રાખીને કામ કરવાનો પ્રયાસ કર્યો છે. પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું, દેશને રાજ્યસભા પાસેથી ઘણી અપેક્ષાઓ છે. ઉપલા ગૃહમાં દેશને દિશા આપવાની સત્તા છે. આપણા નિર્ણયોમાં દેશ પ્રથમ હોવો જોઈએ. તેમણે કહ્યું કે આપણે નિર્ધારિત સમયમાં લક્ષ્ય હાંસલ કરવાનું છે.
દેશ માટે એ ખૂબ જરૂરી
નવા સંસદ ભવન રાજ્યસભામાં પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આજનો દિવસ યાદગાર અને ઐતિહાસિક દિવસ છે. તેમણે કહ્યું, રાજ્યસભામાં અમારી પાસે બહુમતી નથી, પરંતુ અમને વિશ્વાસ હતો કે રાજ્યસભા રાજકીય વિચારણાઓથી ઉપર ઊઠીને દેશના હિતમાં નિર્ણયો લેશે. તમારી (સાંસદો) પરિપક્વતાને કારણે, અમે મુશ્કેલ નિર્ણયો લઈ શક્યા. આત્મનિર્ભર ભારતના સંકલ્પને પૂર્ણ કરવાની અમારી જવાબદારી છે. પક્ષો આમાં આવતા નથી, માત્ર દિલની જરૂર છે, દેશ માટે તે જરૂરી છે.
મોટું અને મહત્ત્વપૂર્ણ પગલું
નારીશક્તિને વંદન કાયદો મહિલા સશક્તિકરણ તરફનું એક મહત્વપૂર્ણ પગલું છે. પીએમ મોદીએ મહિલા અનામત બિલ અંગે પણ વાત કરી હતી. તેમણે કહ્યું, આજે નવી સંસદ ભવન દેશ માટે એક મહત્વપૂર્ણ ઐતિહાસિક નિર્ણયનું સાક્ષી બની રહ્યું છે. લોકસભામાં હાલમાં જ એક બિલ રજૂ કરવામાં આવ્યું છે. જે ત્યાંથી પસાર થયા પછી અહીં પણ આવશે. આજે આપણે બધા મહિલા શક્તિના સશક્તિકરણની દિશામાં એક ખૂબ જ મહત્વપૂર્ણ પગલું ભરવા જઈ રહ્યા છીએ. આ માટે સરકાર બંધારણીય સુધારાના રૂપમાં નારીશક્તિ વંદન કાયદો લોકસભામાં લાવી છે. બુધવારે લોકસભામાં તેના પર ચર્ચા થશે. તે પછી તે રાજ્યસભામાં આવશે.