- હાર્દિક પંડ્યા અને તેની સર્બિયન પત્ની નતાશા સ્ટેનકોવિક છુડાછેડા લઈ શકે
- છૂટાછેડાના કિસ્સામાં હાર્દિકે તેની 70 ટકા સંપત્તિ નતાશાને આપવી પડી શકે
- હાર્દિક પંડ્યાએ 4 માર્ચે નતાશાના જન્મદિવસ પર કંઈ પણ ન લખ્યુ
હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકના સબંધોમાં તિરાડ પડી હોવાના અહેવાલ છે. એવી અફવાઓ છે કે હાર્દિક પંડ્યા અને તેની સર્બિયન પત્ની નતાશા સ્ટેનકોવિક છુડાછેડા લઈ શકે છે. ભારતીય ક્રિકેટ તો તેની પત્નીને છુટાછેડા આપે છે તો કંગાળ બનવવાની શક્યાતે છે કારણ કે તેની પત્ની નતાશા સ્ટેનકોવિક સંપત્તિમાથી મોટો હિસ્સો માંગી શકે છે તેવા અહેવાલ વાયુ વેગે ફેલાઈ રહ્યા છે.
આ કારણે છુડાછેડાના અહેવાલ
હાર્દિક પંડ્યાની પત્ની નતાશાએ પોતાના ઈન્ટાગ્રામ બાયોમાંથી 'પંડ્યા' સરનેમ હટાવી દીધી છે અને નતાશા દરેક મેચમાં હાર્દિકને ચીયર કરવા માટે સ્ટેડિયમમાં આવતી હતી પરંતપ હાલની એક પણ મેચમાં અભિનેત્રી તેના પતિને સપોર્ટ કરવા પહોંચી નથી. આ જ કારણ છે કે સોશિયલ મીડિયા પર એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે હાર્દિક અને નતાશા એકબીજાથી અલગ થઈ ગયા છે.
હાર્દિકે વર્ષ 2020માં લગ્ન કર્યા હતા
હાર્દિક અને નતાશાના લગ્ન મે 2020માં થયા હતા અને તેમના પુત્ર અગસ્ત્યનો જન્મ જુલાઈ 2020માં થયો હતો. 2023માં તેઓએ ઉદયપુરમાં હિન્દુ અને ખ્રિસ્તી ધાર્મિક વિધિઓ અનુસાર ફરીથી લગ્ન કર્યા હતા. હાર્દિક પંડ્યાના બીજા લગ્ન પણ ચર્ચામાં હતા.
અહેવાલ મુજબ, એવી પણ અફવા છે કે છૂટાછેડાના કિસ્સામાં હાર્દિકે તેની 70 ટકા સંપત્તિ નતાશાને આપવી પડી શકે છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે હાર્દિકના મુંબઈ ઈન્ડિયન્સમાં રહેવાનું કારણ એ હતું કે તેને છૂટાછેડા માટે પૈસા એકઠા કરવાની જરૂર હતી. જો કે આમાં કેટલું સત્ય છે તેની પુષ્ટિ કરી શકાતી નથી.
ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પરથી સંકેત
હાલમાં જ નતાશાએ ઇન્સ્ટાગ્રામ પર સેલ્ફ લવ વિશે પોસ્ટ કર્યું છે. આ સિવાય હાર્દિક પંડ્યાએ 4 માર્ચે નતાશાના જન્મદિવસ પર પણ કંઈ લખ્યું નથી. આ માત્ર અફવા છે કે સત્ય, તે તો સમય જ કહેશે. આશા છે કે બંને કોઈક રીતે આ મામલો ઉકેલી લેશે અને ફરી સાથે સુખી જીવન જીવશે.