- ગોવામાં ફિલ્મીમેળાનો રંગેચંગે શુભારંભ થયો
- અનેક ભાષાઓની ફિલ્મને મળશે મોટું મંચ
- આઠ દિવસ સુધી ચાલશે આ મોટો ફેસ્ટિવલ
ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયાનું એલાન થઈ ચૂક્યું છે. જેમાં કરિશ્મા તન્ના અને અપારશક્તિ ખુરાનાએ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે સની દેઓલ, માધુરી દીક્ષિત અને શાહીદ કપૂર જેવા કલાકારો આવી પહોંચ્યા હતા. જ્યારે શ્રેયાએ ખાસ હાજરી આપીને સૌને ચોંકાવી દીધા હતા. ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા (IFFI 2023) ની તારીખ 20મી નવેમ્બરે ગોવાના પણજીમાં રંગીન શરૂઆત થઈ હતી. આ ફિલ્મ ફેસ્ટિવલની 54મી એડિશન છે. આ સમારોહનું ઉદ્ઘાટન માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે કર્યું હતું.
આ સ્ટાર્સ પર રહેશે નજર
IFFI 2023 ગોવામાં 20 નવેમ્બરથી 28 નવેમ્બર સુધી આઠ દિવસ ચાલશે. આ ફેસ્ટિવલમાં દુનિયાભરના ફિલ્મમેકર્સ ભાગ લેશે. ઈવેન્ટના ઓપનિંગ સેરેમનીમાં હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઘણા સ્ટાર્સે હાજરી આપી હતી. જેમાં કલાકારોથી માંડીને ફિલ્મ નિર્માતાઓ અને ગાયકો સુધીના મહેમાનોની લાંબી યાદી સામેલ છે. આ ઈવેન્ટમાં વિજય સેતુપતિ, શ્રેયા શરણ, દિવ્યા દત્તા, કરણ જોહર, સંજય મિશ્રા સહિત ઘણા સ્ટાર્સે ભાગ લીધો હતો. ઉદઘાટન સમારોહમાં ગોવાના મુખ્યમંત્રી ડૉ. પ્રમોદ સાવંત પણ હાજર રહ્યા હતા. આ ઉપરાંત, સલમાન ખાન, એઆર રહેમાન, અનુપમ ખેર, વિકી કૌશલ, સિદ્ધાર્થ મલ્હોત્રા, વિદ્યા બાલન, અદિતિ રાવ હૈદરી, નીના ગુપ્તા અને પંકજ ત્રિપાઠી સહિતના ઘણા કલાકારો આગામી દિવસોમાં જોડાશે.

શા માટે કરાયે છે આવું આયોજન
દેશમાં રાષ્ટ્રીય કલા અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે દર વર્ષે નવેમ્બરમાં IFFIનું આયોજન કરવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન, ઘણી વિવિધ શૈલીઓ અને ભાષાઓની ફિલ્મો બતાવવામાં આવે છે. અનેક કલાકારોનું સન્માન પણ કરવામાં આવે છે. આ વર્ષે બોલિવૂડ દિવા માધુરી દીક્ષિતને ખાસ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી. અભિનેત્રીને ભારતીય સિનેમામાં તેમના યોગદાન બદલ વિશેષ સન્માન આપવામાં આવ્યું હતું.
નવી એન્ટ્રી અંગે ચર્ચા
સલમાન ખાનની ભત્રીજી અલીઝેહ અગ્નિહોત્રી ટૂંક સમયમાં બોલિવૂડમાં એન્ટ્રી કરવા જઈ રહી છે. હાલમાં જ તેની ડેબ્યુ ફિલ્મ ફરેનું ટ્રેલર રિલીઝ થયું હતું. આ ફિલ્મનું પ્રીમિયર IFFI 2023માં તેની થિયેટરમાં રિલીઝ પહેલાં થયું હતું. ફરે એ પરીક્ષા ચીટિંગ રેકેટ પર આધારિત ફિલ્મ છે, જેનું નિર્દેશન સૌમેન્દ્ર પાધી દ્વારા કરવામાં આવ્યું છે. જોકે અલી આ પહેલા સલમાન સાથે ઓફ સ્ક્રિન ઘણી વખત જોવા મળી છે.