• આલિયા ભટ્ટે મેચ ખતમ થયાના બીજા દિવસે ટીમ ઈન્ડિયા માટે પોસ્ટ શેર કરી
  • આલિયાની આ પોસ્ટ હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ
  • તમે અમને કહ્યું તે સારું થયું અમને ખબર પણ ન હતી કે ભારત જીત્યું છે: લોકો

17 વર્ષ બાદ ભારતીય ક્રિકેટ ટીમે વર્લ્ડ કપ જીત્યો છે. ત્યાર બાદ દેશભરમાં જીતની ઉજવણી કરવામાં આવી રહી છે. બોલીવુડની તમામ હસ્તીઓ સોશિયલ મીડિયા પર ટીમ ઈન્ડિયાને અભિનંદન આપી રહી છે. આ દરમિયાન આલિયા ભટ્ટે પણ આ પોસ્ટ શેર કરી હતી પરંતુ તે ખરાબ રીતે ટ્રોલ થઈ હતી.

ટીમ ઈન્ડિયાએ T-20 વર્લ્ડ કપ જીત્યા બાદ ગઈકાલ રાતથી જ ફેન્સ અને બોલીવુડના ઘણા સેલેબ્સ તેમને અભિનંદન આપી રહ્યા છે પરંતુ આલિયા ભટ્ટે મેચ ખતમ થયાના બીજા દિવસે ટીમ ઈન્ડિયા માટે પોસ્ટ શેર કરી હતી. જેના કારણે તે ફરી એકવાર ટ્રોલના નિશાના પર બની છે.

આલિયા ભટ્ટે ટીમ ઈન્ડિયાને પાઠવ્યા અભિનંદન

આલિયા ભટ્ટે તેના ઈન્સ્ટાગ્રામ પર ટીમ ઈન્ડિયાના વર્લ્ડ કપ જીતવાના ફોટા શેર કર્યા છે. અભિનેત્રીએ કેપ્શન પર લખ્યું હતું કે, 'અમે જીતી ગયા! ખુશીના આંસુ, દરેક વસ્તુના આંસુ, અભિનંદન ટીમ ઈન્ડિયા વાહ શું જીત છે.' આલિયાની આ પોસ્ટ હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જોકે, મોડેથી પોસ્ટ શેર કરવા બદલ નેટીઝન્સે અભિનેત્રીને ટ્રોલ કરી હતી.

https://www.instagram.com/p/C80nj4JC7C-/

આલિયા ભટ્ટને લોકોએ આ રીતે કરી ટ્રોલ

આલિયા ભટ્ટની પોસ્ટ પર ફેન્સની પ્રતિક્રિયાઓ સતત આવી રહી છે. એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યું હતું કે, 'તમે અમને કહ્યું તે સારું થયું અમને ખબર પણ ન હતી કે ભારત જીત્યું છે.' એકે લખ્યું હતું કે, 'આટલું જલ્દી કોણ કહે.' અન્ય એક યુઝરે લખ્યું હતું કે, 'તમે આટલા મોડા ક્યાં હતા તમે રાત્રે મેચ ન જોઈ અને સવારે ખબર પડી ત્યારે બધાની જેમ તમે પણ પોસ્ટ કરી છે.'

તમને જણાવી દઈએ કે સાઉથ આફ્રિકાને હરાવ્યા બાદ વિરાટ કોહલીએ પત્ની અનુષ્કા શર્માને વીડિયો કોલ કર્યો હતો જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. અભિનેત્રીએ પણ પોસ્ટ કરીને સમગ્ર ટીમને જીત માટે અભિનંદન પાઠવ્યા હતા. આ સિવાય રણવીર સિંહ, આયુષ્માન ખુરાના, કાજોલ, અજય દેવગન અને સલમાન ખાન જેવા સ્ટાર્સે પણ ટીમ ઈન્ડિયાને અભિનંદન પાઠવ્યા હતા.


  • Follow us on: