સોની ટીવીના સિંગિંગ રિયાલિટી શો 'ઈન્ડિયન આઈડલ'ની સીઝન 15ને તેનો વિજેતા મળી ગયો છે. કોલકાતાની માનસી ઘોષે ઈન્ડિયન આઈડલની ટ્રોફી જીતી છે. પોતાના સુમધુર અવાજ અને શક્તિશાળી અભિનયથી માનુષીએ બધા દર્શકો અને જજના દિલ જીતી લીધા અને ઈન્ડિયન આઈડલ ટ્રોફી જીતી.


કોલકાતાની રહેવાસી માનસી ઘોષે ઈન્ડિયન આઈડલના મંચ પર ક્લાસિકલથી લઈને કન્ટેમ્પોરરી સુધીના દરેક ગીતો પોતાની સિગિંગ સ્ટાઈલમાં ગાઈને જાદુ ફેલાવ્યો. દરેક પર્ફોમન્સમાં તેનો આત્મવિશ્વાસ અને સંગીત પ્રત્યેનો જુસ્સો સ્પષ્ટ દેખાતો હતો. તેના આ વલણને કારણે, તેને ઈન્ડિયન આઈડલની 'ક્રેઝી ગર્લ' કહેવામાં આવતી હતી. આ ક્રેઝી આઈડોલ ગર્લને ટ્રોફી અને કાર સાથે 25 લાખ રૂપિયાનું રોકડ ઈનામ મળ્યું છે.

'ભાઈ-બહેન' જોડી ટોપ 2માં પહોંચી

ઈન્ડિયન આઈડોલના ગ્રાન્ડ ફિનાલેમાં, માનસી ઘોષે અન્ય પ્રતિભાશાળી ફાઈનલિસ્ટ - સુભાજીત ચક્રવર્તી, સ્નેહા શંકર, ચૈતન્ય દેવાધે (મૌલી), પ્રિયાંશુ દત્તા અને અનિરુદ્ધ સુસ્વરમ સામે સ્પર્ધા કરી. બધા ફાઈનલિસ્ટે પોતાનું બેસ્ટ પ્રદર્શન આપ્યું, પરંતુ અનિરુદ્ધ સુસ્વરમ શનિવારના એપિસોડમાં શોમાંથી બહાર થયો.


અનિરુદ્ધના બહાર નીકળ્યા પછી, બાકીના 5 સ્પર્ધકો વચ્ચે અંતિમ સ્પર્ધા થઈ. સ્નેહા શંકર શોની સેકન્ડ રનર અપ બની અને આઈડોલની 'ભાઈ-બહેન' જોડી સુભાજીત અને માનસીને ટોપ 2 જાહેર કરવામાં આવ્યા. આખરે, તેના ભાઈ સુભાજીતને પાછળ છોડીને, માનસી આ ફેમસ સિંગિંગ રિયાલિટી શોની વિજેતા બની.

અગાઉ પણ સિંગિંગ શોનો ભાગ રહી ચૂકી છે માનસી ઘોષ

માનસી ઘોષે પોતાની જીતનો શ્રેય તેના માતાપિતા, શિક્ષકો અને પ્રેક્ષકોના પ્રેમ અને સમર્થનને આપ્યો છે. તેણે કહ્યું કે 'ઈન્ડિયન આઈડલ'નું સ્ટેજ તેના માટે એક સ્વપ્ન સાકાર થવા જેવું છે અને તે ભવિષ્યમાં પણ સંગીત સાથેનો પોતાનો સંબંધ ચાલુ રાખશે. આ પહેલા માનસીએ એક બંગાળી સિંગિંગ શોમાં ભાગ લીધો હતો. તે આ શોની રનર અપ રહી હતી. આ શોમાંથી મળેલા આત્મવિશ્વાસથી માનુષીને ઈન્ડિયન આઇડલમાં મદદ મળી.

  • Follow us on: