ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા સાથે બ્રેકઅપ થયા બાદ સર્બિયન મોડલ નતાશા સ્ટેનકોવિક શાંતિ અને આધ્યાત્મિકતા તરફ આગળ વધતી જોવા મળી રહી છે. તે સોશિયલ મીડિયા પર આવી ઘણી પોસ્ટ કરી રહી છે જે તેનો પુરાવો છે.
આ દરમિયાન નતાશાએ હાર્દિકના નવા સંબંધો પર કંઈક કહેવાનો પ્રયાસ કર્યો છે. સોશિયલ મીડિયા પર એવી ચર્ચા છે કે હાર્દિક પંડ્યા બ્રિટિશ સિંગર જાસ્મીન વાલિયાને ડેટ કરી રહ્યો છે. બંને ભૂતકાળમાં સાથે રજાઓ મનાવતા પણ જોવા મળ્યા હતા. જોકે, નતાશાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે જેને ચાહકો હાર્દિક અને જાસ્મિન સાથે જોડી રહ્યા છે.

નતાશાની પોસ્ટને હાર્દિક અને જાસ્મિનના સંબંધો સાથે જોડી
નતાશાનો હાલનો ઇન્સ્ટાગ્રામ વીડિયો તેના ફોલોઅર્સ દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવ્યો છે. તેણી જીવનમાં ધીમે ધીમે આગળ વધવા અને જીવનનો માર્ગ અપનાવવા દેવાના મહત્વ વિશે નિખાલસતાથી બોલે છે. તેના શબ્દો હોય કે, જ્યારે યોગ્ય સમય હશે, ત્યારે ભગવાન તે કરશે. આપણે ધીમું કરવું પડશે કારણ કે જે ક્ષણે આપણે ધીમા પડીએ છીએ અને આપણે ભગવાનને કામ કરવાની મંજૂરી આપીએ છીએ. નતાશાની આ પોસ્ટને લોકોએ હાર્દિક અને જાસ્મિનના સંબંધો સાથે જોડી છે. નતાશા અફવાઓને સીધી રીતે નહીં પણ પોસ્ટ દ્વારા હિંટ આપતી હોય અવું ફેન્સને લાગી રહ્યું છે. હાર્દિકથી અલગ થયા બાદ નતાશા ઘરે એટલે કે સર્બિયામાં ગઈ હતી.

તમને જણાવી દઈએ કે, નતાશા એક પછી એક પોતાના સબંધો અને હાર્દિક સાથે કંઈક અંશે જોડાયેલી હોય એવી પોસ્ટ શેર કરે છ. જેનાથી હાર્દિક અને નતાશાના ફેન્સ સતત ચિંતામાં મુકાય છે. નતાશાએ એવી ઘણી પોસ્ટ કરી જેને લોકોએ તેના છૂટાછેડા સાથે જોડી અને હાર્દિકના બદલાયેલા સ્વભાવ જોડી હતી. તેથી હવે તમામ ફેન્સ નતાશાની પોસ્ટ જોઈને અનુમાન લગાવી રહ્યા છે કે, બંનેના સબંધોનો અંત પણ આ કારણે આવ્યો હોઈ શકે.
નતાશા કે હાર્દિકે હજી સુધી તેમના છૂટાછેડા કેમ થયા એ અંગે પ્રતિક્રિયા નથી આપી પરંતુ ફેન્સ બંનેની તમામ પ્રક્રિયા પર ધ્યાન રાખી રહ્યા છે અને કોઈની કોઈ પોસ્ટ તેમના સબંધો સાથે જોડી રહ્યા છેે. સાથે છૂટાછેડા બાદ હાર્દિકનું એક પછી એક અભિનેત્રી સાથે નામ જોડાઈ રહ્યું છે. અનંત-રાધિકાના લગ્નમાં અન્નયા પાંડે સાથે નામ જોડાયું હતુ ત્યાર બાદ ફરી જાસ્મીન વાલિયા સાથે તેનું નામ જોડાયેલું છે. નતાશાની પોસ્ટ પર ફેન્સ પણ સતત કહી રહ્યા છે કે, હાર્દિક જાસ્મીન વાલિયાના પ્રેમમાં હોઈ શકે. જોકે આ વાતમાં કેટલું સત્ય છે તે આગામી સમય જ કહેશે.
કોણ છે જાસ્મીન વાલિયા?
જાસ્મીન વાલિયાનો જન્મ ઈંગ્લેન્ડના એસેક્સમાં થયો હતો. તેના માતા-પિતા ભારતીય મૂળના છે. જાસ્મીનને સૌપ્રથમ બ્રિટિશ રિયાલિટી ટીવી સીરીઝ ધ ઓન્લી વે ઈઝ એસેક્સ (TOWIE) દ્વારા લોકોમાં ઓળખ મળી.