• ધર્મેન્દ્ર - હેમા માલિનીની પુત્રી ઇશા દેઓલે લીધા છૂટાછેડા
  • બન્નેએ પરસ્પર સહમતિથી અલગ થવાનો નિર્ણય લીધો
  • 12 વર્ષ ચાલ્યા ઇશા – ભરતના લગ્ન

હિન્દી સિનેમાની દિગ્ગજ અભિનેત્રી અને રાજનેતા હેમા માલિની તથા ધર્મેન્દ્રની પુત્રી ઇશા દેઓલ વિશે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સમાચાર છે કે ઇશા દેઓલ અને તેના પતિ બિઝનેસમેન ભરત તખ્તાનીએ કથિત રીતે પુષ્ટિ કરી છે કે તેઓ અલગ થઈ રહ્યા છે. હાલમાં આ સમાચાર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

ઇશા દેઓલ અને ભરત તખ્તાનીનું નિવેદન

એક અહેવાલ અનુસાર, ઇશા દેઓલ અને ભરત તખ્તાનીએ સંયુક્ત નિવેદન જાહેર કર્યું છે. આ નિવેદનમાં લખ્યું છે - અમે પરસ્પર સહમતિથી અલગ થવાનો નિર્ણય લીધો છે. અમારા જીવનમાં આ પરિવર્તન દ્વારા, અમારા બંને બાળકોના શ્રેષ્ઠ હિત અને સુખાકારી અમારા માટે હંમેશા મહત્વના છે અને રહેશે. અમે પ્રશંસા કરીશું કે અમારી ગોપનીયતાનો આદર કરવામાં આવે છે.

ઇશા દેઓલ અને ભરત તખ્તાનીના છૂટાછેડા

અગાઉ, એક પોસ્ટ વાયરલ થઈ હતી જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ઇશા દેઓલ અને ભરત તખ્તાની કદાચ અલગ થઈ ગયા છે. પોસ્ટમાં કહેવામાં આવ્યું હતું કે છૂટાછેડાને કારણે ઇશા દેઓલ અને તેના પતિ ભરત તખ્તાની હવે જાહેરમાં સાથે જોવા મળતા નથી. એટલું જ નહીં, આ પોસ્ટમાં યુઝરે એવો પણ દાવો કર્યો છે કે ભરત તેની પત્ની સાથે ચિટીંગ કરી રહ્યો છે. પોસ્ટમાં કહેવામાં આવ્યું હતું કે ભરતનું અન્ય મહિલા સાથે અફેર હતું.

પાર્ટીમાં નવી ગર્લફ્રેન્ડ સાથે જોવા મળ્યો હતો ભરત

એવોપણ દાવો કર્યો છે કે તેણે ઈશાના પતિ ભરતને બેંગલુરુમાં નવા વર્ષના દિવસે એક પાર્ટીમાં જોયો હતો. આ પાર્ટીમાં તે તેની એક કથિત ગર્લફ્રેન્ડ સાથે હતો. પોસ્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ભરતની નવી ગર્લફ્રેન્ડ બેંગલુરુમાં રહે છે. જો કે હજુ સુધી આ અહેવાલો પર દેઓલ પરિવાર તરફથી કંઈ કહેવામાં આવ્યું નથી.

ઈશાએ 2012માં ભરત સાથે લગ્ન કર્યા હતા

તમને જણાવી દઈએ કે ઇશા દેઓલે 29 જૂન 2012ના રોજ ભરત તખ્તાની સાથે લગ્ન કર્યા હતા. બંનેએ ઇસ્કોન મંદિરમાં ખૂબ જ સાદગીપૂર્ણ રીતે લગ્ન કર્યા હતા. લગ્નના પાંચ વર્ષ પછી, દંપતી પુત્રી રાધ્યાના માતાપિતા બન્યા અને પછી વર્ષ 2019 માં, ઈશાએ તેમની બીજી પુત્રી મિરાયા તખ્તાનીને જન્મ આપ્યો.

  • Follow us on: