બોલીવુડના ઘણા એવા સ્ટાર્સ છે જેઓ પોતાની પર્સનલ લાઈફને લઈને સમાચારોમાં રહે છે. આમાં તેમના સંબંધોથી લઈને અનેક પ્રકારની વસ્તુઓ છે. છેલ્લા કેટલાક દિવસોથી બોલીવુડ એક્ટ્રેસ કૃતિ સેનન પણ પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં છે. એક્ટ્રેસ વિશે એવી ચર્ચા છે કે તે કબીર બહિયાને ડેટ કરી રહી છે.
કૃતિ સેનન અને કબીર બહિયા
કૃતિ સેનન અને કબીર બહિયા રિલેશનશિપમાં છે. આ બંનેએ હજુ સુધી આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી, પરંતુ ઈન્ટરનેટ પર મળી રહેલા સંકેતો આ જ સાબિત કરે છે. હાલમાં બંને દુબઈ કોન્સર્ટની મજા માણતા જોવા મળ્યા છે. તેનો ફોટો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
રાહત ફતેહ અલી ખાનના કોન્સર્ટમાં જોવા મળી કૃતિ
ઈન્ટરનેટ પર એક ફોટો વાયરલ થઈ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે કૃતિ તેના કથિત બોયફ્રેન્ડ કબીર બહિયા સાથે દુબઈમાં રજાઓ માણી રહી છે. તાજેતરમાં કૃતિ એમએસ ધોની અને તેના કથિત બોયફ્રેન્ડ કબીર સાથે રાહત ફતેહ અલી ખાનના કોન્સર્ટમાં જોવા મળી હતી. તેનો ફોટો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. યુઝર્સે પણ ઈન્ટરનેટ પર સામે આવેલા ફોટો પર જોરદાર પ્રતિક્રિયા આપી રહ્યા છે.


યુઝર્સે આપી જોરદાર પ્રતિક્રિયા
આ પોસ્ટ પર કોમેન્ટ કરતા એક યુઝરે લખ્યું કે બંને એકસાથે સારા લાગી રહ્યા છે. અન્ય એક યુઝરે કહ્યું કે બંનેની જોડી અદ્ભુત છે. ત્રીજા યુઝરે કહ્યું શું વાત છે. આ સિવાય ફેન્સે આ પોસ્ટ પર હાર્ટ અને ફાયર ઈમોજી પણ શેર કર્યા છે. તાજેતરમાં જ કૃતિએ તેના ક્રિસમસ સેલિબ્રેશનના ફોટા પણ શેર કર્યા હતા.