- ઈઝરાયેલ યુદ્ધથી હેમખેમ બચી નુસરત તો બની ક્રિટિક્સનો શિકાર
- KRK એ નુસરતની મુશ્કેલીઓને કહી ડ્રામા
- HAIFA ફિલ્મ પુરસ્કારમાં ભાગ લેવા ઈઝરાયેલ ગઈ હતી નુસરત
ઈઝરાયેલ અને ફિલિસ્તીનની વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સાથે બોલિવૂડ એકટ્રેસ નુસરત ભરૂચા ઈઝરાયેલમાં ફસાઈ હતી. નુસરત HAIFA ફિલ્મ પુરસ્કારમાં ભાગ લેવા માટે ઈઝરાયેલ ગઈ હતી. જો કે એક્ટ્રેસ હવે સહી સલામત રીતે રવિવારે ભારત પરત ફરી છે. આ કિસ્સાને લઈને ક્રિટિક્સ તરીકે ખ્યાતિ પામેલા કમાલ આર ખાન ઉફ્રે કેઆરકેએ નુસરત પર નિશાન સાધ્યું છે.
કેઆરકેએ નુસરત પર સાધ્યું નિશાન
કમાલ આર ખાન મોટાભાગે સોશિયલ મીડિયા પર બોલિવૂડ સેલેબ્સ પર નિશાન સાધતા રહે છે. તેઓએ નુસરતના ઈઝરાયેલમાં ફસાયા પછી ભારત પરત આવ્યાની પૂરી ઘટના પર નિશાન સાધીને તેને ડ્રામા ગણાવ્યો છે.
જાણો ટ્વિટ કરીને શું કહ્યું
કેઆરકેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ટ્વિટ કરીને લખ્યું છે કે નુસરત ભરુચા શનિવારે જ ભારત આવી ગઈ હતી પણ રવિવારની સવારે તેઓએ ન્યૂઝ બનાવી કે તેમનો ઈઝરાયેલ સાથેનો સંપર્ક તૂટી ગયો છે. એક કલાક બાદ સમાચાર આવ્યા કે તે સુરક્ષિત છે અને ફ્લાઈટ માટે એરપોર્ટ પહોંચી છે અને તેના પછીના 1 કલાક પછી વીડિયો આવ્યો કે તે મુંબઈ હેમખેમ પહોંચી ગઈ છે. હવે તમે અંદાજ લગાવી શકો છો કે તે કેટલી મોટી ડ્રામા ક્વીન અને બેશરમ છે.
નુસરત એરપોર્ટ પર ગભરાયેલી જોવા મળી હતી
ઈઝરાયેલથી હેમખેમ પરત આવેલી નુસરતનો સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તેમાં તે એરપોર્ટથી બહાર આવતી જોવા મળી રહી છે. જો કે વીડિયોમાં તે અપસેટ જોવા મળી રહી છે. આ સમયે નુસરતને જોતાં જ મીડિયાએ તેને ઘેરી લીધી અને એક્ટ્રેસ ગભરાઈ ગઈ હતી. તેની આંખમાં આંસુ પણ જોવા મળ્યા હતા. આ સમયે તેણે કોઈની સાથે વાત ન કરી અને કહ્યું કે હું હાલમાં ઘણી સ્ટ્રેસમાં છું, મને ઘરે પહોંચી જવા દો. ઉલ્લેખનીય છે કે એક્ટ્રેસની ફ્લાઈટ કનેક્ટિંગ હતી. તે વાયા દુબઈ થઈને આવી હતી.