• કંગનાના પિતરાઈ ભાઈ વરુણની થઈ સગાઈ
  • કંગનાએ શેર કર્યા ભાભી સાથેના ફોટોઝ
  • વ્હાઈટ અને ગોલ્ડન લહેંગામાં જોવા મળી એક્ટ્રેસ

કંગના રનૌતના ઘરે જલ્દી સારા સમાચાર આવવાના છે. હાલમાં અભિનેત્રી હિમાચલ પ્રદેશના મંડીથી સાંસદ બની છે. હવે તેમના ઘરે શરણાઈ ગૂંજશે. અભિનેત્રીએ પોતે આ અંગેના સમાચાર શેર કર્યા છે. તેની સાથે જ કંગના રનૌતે સગાઈના ફોટો પણ શેર કર્યા છે.

અનેક અપડેટ્સને કરે છે શેર

કંગના રનૌત સોશિયલ મીડિયાની દુનિયામાં એક્ટિવ રહે છે. અભિનેત્રી નાના મોટી અનેક અપડે્ટસ ફેન્સની સાથે શેર કરે છે. હવે તેઓએ એક નવી પોસ્ટ શેર કરી છે. તેની સાથે જ કંગના રનૌતે જાણકારી આપી કે તેમના ઘરે જલ્દી લગ્નની શરણાઈ ગૂંજશે. આ સાથે જ તેઓએ સગાઈના કેટલાક ફોટો પણ શેર કર્યા છે. કંગના રનૌત લગભગ દરેક અપડેટ્સને સોશિયલ મીડિયા પર ફેન્સને જણાવે છે. હવે તેમના ઘરે લગ્નને લઈને પણ અપડેટ્સ આપ્યું છે.


કંગનાએ પિતરાઈ ભાઈના ફોટો કર્યા શેર

કંગના હાલમાં એક ફેમિલિ ફંક્શનમાં સામેલ થઈ હતી. જેના કેટલાક ફોટો અભિનેત્રીએ શેર કર્યા છે. કંગના રનૌતના નાના પિતરાઈ ભાઈ વરુણ જલ્દી લગ્ન કરશે. હાલમાં તેની સગાઈ થઈ છે. આ ફંક્શનમાં કંગના પણ સામેલ થઈ હતી. કંગનાએ કપલના ફોટોની સાથે સાથે પોતાનો ફોટો પણ ઈન્સ્ટા સ્ટોરીમાં પોસ્ટ કર્યો છે. તેની સાથે એક ખાસ કેપ્શન પણ લખ્યું છે. કંગનાએ 4 ફોટો શેર કર્યા છે. પહેલા ફોટોમાં રિંગ સેરેમની છે. તેમાં અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું, લે ભાઈ તેરા ભી હો ગયા કામ, સબસે છોટા હૈ પર શાદી કી સબસે જલ્દી...તો અન્ય ફોટોમાં કપલનો ફોટો શેર કર્યો છે. ત્રીજા ફોટોમાં કંગના પોતે પણ ભાઈ-ભાભીની વચ્ચે બેઠેલી જોવા મળે છે. તો અન્ય ફોટોમાં અભિનેત્રી પરિવાર સાથે જોવા મળી છે.

કંગનાનો દેસી લૂક મળ્યો જોવા

કંગના રનૌતના પિતરાઈ ભાઈની સગાઈ માટે એક્ટ્રેસે સિંપલ પણ સુંદર આઉટફિટ્સ પસંદ કર્યા છે. એક્ટ્રેસે વ્હાઈટ કલરનો ગોલ્ડન બોર્ડરનો લહેંગા સેટ કેરી કર્યો છે. મિનિમલ મેકઅપ અને વાળમાં અંબોડો વાળીને કંગના ખૂબ જ સુંદર લાગી રહી છે.

કંગનાનો થપ્પડ કાંડ

કંગના રનૌત એ સેલેબ્સમાં સામેલ છે જે હંમેશા ચર્ચામાં રહે છે. હાલમાં જ તેઓએ થપ્પડ કાંડને લઈને ખૂબ ધ્યાન ખેંચ્યું હતું. લોકસભા ચૂંટણી 2024માં પોતાની જીત નોંધાવ્યા બાદ કંગના સંસદ જવા ચંડીગઢ એરપોર્ટ પહોંચી હતી. ત્યાંથી તે દિલ્હીની ફ્લાઈટ લેવાની હતી. પરંતુ સિક્યોરિટી ચેકિંગના સમયે સીઆઈએસએફ કોન્સ્ટેબલ કુલવિંદર કૌરે તેમને થપ્પડ મારી દીધી હતી. 

  • Follow us on: