• સુશાંત સિંહ રાજપૂતની પુણ્યતિથિ પર ભાવુક થઇ બહેન શ્વેતા
  • મિત્ર મહેશ શેટ્ટીએ સુશાંત માટે ન્યાયની અપીલ કરી હતી
  • સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુને ચાર વર્ષ થયા

આજથી બરાબર ચાર વર્ષ પહેલાં, 14 જૂન, 2020ના રોજ, પ્રતિભાશાળી હિન્દી સિનેમા અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનો મૃતદેહ તેના બાંદ્રા સ્થિત એપાર્ટમેન્ટમાંથી મળી આવ્યો હતો. તપાસ દરમિયાન પોલીસે તેને આત્મહત્યા ગણાવી હતી, પરંતુ અભિનેતાના પરિવારને હત્યાની શંકા હતી. સીબીઆઈ ચાર વર્ષથી આની તપાસ કરી રહી છે, પરંતુ કંઈ તથ્ય મળ્યું નથી. સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ તેના મિત્રો અને પરિવાર તેને ન્યાય અપાવવા માટે લડી રહ્યા છે. આજે, અભિનેતાની પુણ્યતિથિ પર, તેના નજીકના મિત્ર મહેશ શેટ્ટી અને બહેન શ્વેતા સિંહ કીર્તિએ ફરીથી ન્યાયની માંગ કરી છે.

સુશાંત સિંહ રાજપૂત માટે ન્યાયની માંગ


મહેશ શેટ્ટીએ સુશાંત સિંહ સાથે 'પવિત્ર રિશ્તા'માં કામ કર્યું હતું. ત્યારથી બંને સારા મિત્રો હતા. મહેશે અભિનેતાને તેની ચોથી પુણ્યતિથિ પર યાદ કર્યા છે. મહેશે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર કહ્યું, "કેટલા સમય માટે? બીજું એક વર્ષ વીતી ગયું. લોકો કહે છે કે સમયની સાથે બધું સારું થઈ જશે, પરંતુ પ્રશ્ન તેને વધુ મુશ્કેલ બનાવે છે. હું રાહ જોઈ રહ્યો છું, કાયદા પર વિશ્વાસ રાખું છું પરંતુ હું જાણવા માગુ છુ કે ન્યાય ક્યારે મળશે." આ સાથે મહેશે 'જસ્ટિસ ફોર સુશાંત'નું હેશટેગ પણ લખ્યું છે.

બહેને વીડિયો શેર કર્યો છે

સુશાંત સિંહ રાજપૂતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ અભિનેતાનો એક આકર્ષક થ્રોબેક વીડિયો શેર કર્યો છે, જેમાં તે તેની બહેનો સાથે મસ્તી કરતો જોવા મળે છે. બીજો વીડિયો સુશાંતની પ્રાર્થના સભાનો છે. આ શેર કરીને શ્વેતાએ ઈમોશનલ નોટ લખી છે. શ્વેતાએ લખ્યું, "ભાઈ, તમે અમને છોડ્યાને 4 વર્ષ થઈ ગયા અને અમને હજુ પણ ખબર નથી કે 14 જૂન, 2020ના રોજ શું થયું?"

  • Follow us on: