બોલિવૂડ અભિનેત્રી કેટરિના કૈફે તાજેતરમાં પોતાના નવા ફોટોશૂટના ફોટા ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જાહેર કર્યા છે, જેનું કેપ્શન હતું દિલ ગુલાબી. આ ફોટાઓમાં કેટરિનાએ એક સુંદર ક્રીમ રંગનો ડ્રેસ પહેર્યો હતો. જેની ઉપર ફૂલોની ડિઝાઈન બનાવેલી હતી. આ ડ્રેસમાં તે ખરેખર એક ગુલાબની જેમ સુંદર લાગી રહી હતી.


આ ડ્રેસનો દેખાવ શાલીન અને પરિપક્વ દેખાઈ રહ્યો હતો. ગળાના ભાગે એક નાની સ્લિટ પણ હતી, જે આ ડ્રેસને વધુ સુંદર અને ઉઠાવ આપી રહ્યા હતા. આ ડિઝાઈનર ડ્રેસ કેટરિના કૈફની સુંદરતમાં વધારો કરી રહ્યા હતા. તેમજ તેના લૂકને એકદમ આકર્ષક બનાવી રહ્યા હતા.  


 


 એક સાધારણ હેર સ્ટાઈલ

બોલિવૂડની ગ્લેમર ગર્લ કેટરિના કૈફે આ રોઝ ડ્રેસ સાથે રિંગ અને ઈયરિંગ્સ પહેરી હતી. તેણીએ તેના કાળા રેશમી વાળને વચ્ચેથી અલગ કર્યા હતા, જે તેના ખભાની સામે વિખરાયેલા હતા. આ સરળ હેરસ્ટાઇલ તેના સમગ્ર વ્યક્તિત્વને નિખારતી હતી. મેક-અપની વાત કરીએ તો, કેટરિનાએ તેની આંખોને મસ્કરા લગાવી વધુ આકર્ષક દેખાવ આપ્યો હતો. તેના ગાલ પર ગુલાબી બ્લશ લગાવી, તેના હોઠ પર ગુલાબી લિપસ્ટિક લગાવી અને તેની ભમર કાળી દેખાતી હતી. આ ઉપરાંત, તેની ત્વચામાં કુદરતી ચમક સ્પષ્ટ દેખાતી હતી, જે તેના દેખાવને વધુ આકર્ષક બનાવી રહી હતી.

ડ્રેસમાં સુંદરતાની ઝલક જોવા મળી

અભિનેત્રી કેટરિના કૈફનો આ લૂક સુંદર તો હતો પરંતુ તેમાં નમણાશ પણ જોવા મળી રહી હતી. અભિનેત્રીના ડ્રેસમાં સાદગીની સાથે જોડાયેલા દાગીના અને મેક-અપે તેના સમગ્ર લૂકને વધુ સ્પેશિયલ બનાવ્યો હતો. કેટરિના કૈફે એકવાર ફરી સાબિત કરી દીધું કે તે માત્ર શ્રેષ્ઠ અભિનેત્રી જ નહિ પરંતુ ફેશનની દુનિયામાં એક એક આઈકોન છે. તેનો આ ગુલાબી અંદાજ સૌને મોહિત કરી રહ્યો છે. 

  • Follow us on: