બોલિવૂડની જાણીતી અભિનેત્રી રાધિકા આપ્ટેને લઈને મોટી ખબર સામે આવી છે. આ એકટ્રેસ ખૂબ જલ્દી જ મા બનવાની છે. તાજેતરમાં રાધિકા આપ્ટેનો એક ફોટો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં તે બેબી બમ્પ ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. રાધિકાના બેબી બમ્બને જોઈ ફેન્સ પણ ખુશીમાં નાચી ઉઠયા છે અને તેને શુભેચ્છા પાઠવી રહ્યા છે.


 

'સિસ્ટર મિડનાઈટ'ના યુકે પ્રીમિયરમાં જોવા મળી રાધિકા

ખરેખર, તાજેતરમાં જ રાધિકા આપ્ટે તેની ફિલ્મ 'સિસ્ટર મિડનાઈટ'ના યુકે પ્રીમિયરમાં જોવા મળી હતી. આ દરમિયાન રાધિકાએ બ્લેક કલરનો ડ્રેસ પહેર્યો હતો અને તેના લાઇટ લુક સાથે તેનો મેકઅપ પૂર્ણ કર્યો હતો. રાધિકાનો લૂક જોઈને ચાહકોએ તેના ખૂબ વખાણ કર્યા. જોકે, યુઝરનું ધ્યાન રાધિકાના બેબી બમ્પ પર અટક્યું હતું.

 અભિનેત્રીને સૌ કોઈએ શુભકામના પાઠવી

આ દરમિયાન રેડ કાર્પેટ પર અભિનેત્રી રાધિકા આપ્ટે બ્લેડ ડ્રેસ પહેરીને પોતાનો બેબી બમ્બ ફ્લોન્ટ કરતી નજરે પડી રહી છે. એકટ્રેસના બેબી બમ્બને જોઈને તેના ફેન્સ અને ચાહકો ખુશીમાં જોવા મળ્યા હતા. ઉપરાંત તેઓએ ખૂબ શુભકામના પાઠવવા લાગ્યા હતા. સોશિયલ મીડિયા ઉપર એકટ્રેસને શુભેચ્છા આપનારની જાણે લાઈન લાગી હોય તેવું થયું.

 રાધિકાએ શેર કરી પોસ્ટ

રાધિકા આપ્ટેએ જાતે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ ઈવેન્ટના ફોટોઝ શેર કર્યા છે. અભિનેત્રીએ જે પોસ્ટ શેર કર્યા છે, તેના કેપ્શનમાં લખ્યું છે સિસ્ટમ મિડાઈટ પ્રીમિયર રાધિકાના આ પોસ્ટ પર યુઝર્સ પેટભરીને કોમેન્ટનો મારો કરી રહ્યા છે. એક યુઝરે આ પોસ્ટ પર લખ્યું કે, તમને ખૂબ ખૂબ શુભકામનાઓ, જ્યારે બીજા યુઝરે પણ શુભકામના પાઠવી તો ત્રીજાએ લખ્યું કે તું ખૂબ સુંદર લાગી રહી છે.

લગ્નની જાણ સુદ્ધા કોઈને થવા ન દીધી

ઉલ્લેખનીય છે કે, રાધિકા આપ્ટેએ બ્રિટિશ મ્યુઝિક કંપોઝર બેનેડિક્ટ ટેલર સાથે લગ્ન કર્યા છે. અભિનેત્રી લગ્નનાં 12 વર્ષ પછી મા બનવાની છે. રાધિકાએ પોતાના લગ્નની ખબર કોઈને પણ ન પડવા દીધી અને સિક્રેટ વેડિંગ કર્યા હતા. બોલિવૂડમાં ખૂબ ઓછા લોકો જાણતા હતા કે એક્ટ્રેસ લગ્ન કરી ચુકી છે. જ્યારે બીજા સેલેબ્સની જેમ તેને આ ખબરને પણ લોકોની સાથે જાહેર નહોતા કર્યા, પરંતુ એક્ટ્રેસે હવે જાતે જ પોતાનો બેબી બમ્પ ફ્લોન્ટ કરતો ફોટો શેર કર્યો છે.

  • Follow us on: