- હું જ્યારે બુક્સ વાંચું છું તો વિકી મારી તરફ વિચિત્ર ચહેરા બનાવે છે
- શું તમે તે જ વ્યક્તિ નથી જે કહે છે કે તમે જેમ છો તેમ રહો?: વિકી
- મેરી ક્રિસમસ બાદ કોઈ ફિલ્મમાં નથી જોવા મળી એક્ટ્રેસ
કેટરીના કૈફ અને વિકી કૌશલ બોલિવૂડના ક્યૂટ કપલ્સમાંથી એક છે. બંને દરરોજ તેમના ફેન્સ માટે કંઈક ને કંઈક શેર કરતા રહે છે. જેના કારણે તેમના ફેન્સ પણ ખુશ રહે છે. હાલમાં એક ઇન્ટરવ્યુમાં વિકી અને કેટરિનાએ એકબીજા વિશે કેટલીક એવી વાતો કહી છે જે ઘણા લોકો નથી જાણતા. કેટરિના કૈફે હાલમાં જ તેની એક આદત વિશે જણાવ્યું છે. તેનું કહેવું છે કે તેની આ આદતના કારણે પતિ વિકી વિચિત્ર ચહેરા બનાવે છે.
વાતચીતમાં કેટરિના કૈફે કહ્યું- 'જ્યારે પણ હું ઘરની બહાર જતી હોઉં છું, તેની પહેલા એક ક્ષણ એવી આવે છે જ્યારે હું કોઈને કોઈ વાતને લઈને ચિંતિત થઈ જાઉં છું. ઘરની બહાર નીકળતી વખતે, મને કંઈક એવું મળે છે જે મને ગમતું નથી અને હું તેને ઠીક કરવાનું શરૂ કરું છું. તે મારો પોશાક અથવા વાળ પણ હોઈ શકે છે. તે પછી મારા પતિ મને યાદ કરાવે છે, શું તમે તે જ વ્યક્તિ નથી જે કહે છે કે તમે જેમ છો તેમ રહો?













