- કિયારાએ શેર કર્યો પતિએ બનાવેલા પિઝાનો વીડિયો
- પોસ્ટ કરીને લખ્યું આનાથી બેસ્ટ પિઝા એક પણ નહીં
- ફેન્સે કોમેન્સ્ટ બોક્સ કોમેન્ટ કરીને છલકાવી દીધુ હતું
કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા બી-ટાઉનના સૌથી લોકપ્રિય કપલમાંથી એક છે. તેમની લવ સ્ટોરીથી લઈને તેમના લગ્ન સુધી, દરેક વસ્તુએ ચાહકોમાં ઘણી હેડલાઇન્સ બનાવી હતી. બંને અવારનવાર સોશિયલ મીડિયા પર અને ઈવેન્ટ્સમાં પણ એકબીજા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરે છે. જ્યારે પણ કિયારા અડવાણી અથવા સિદ્ધાર્થ અડવાણી એકબીજાની તસવીરો અને વસ્તુઓ શેર કરે છે. ત્યારે તેમની તસવીરો ઝડપથી ઈન્ટરનેટ પર વાયરલ થઈ જાય છે.
સોશિયલ મીડિયા પર વાયરલ
કિયારાએ સોશિયલ મીડિયા પર સિદ્ધાર્થના હાથથી બનાવેલા પિઝાની તસવીર શેર કરી હતી. પછી તેના પતિ પર ઘણો પ્રેમ વરસાવ્યો. કિયારાએ શેર કરેલી આ તસવીર ઝડપથી ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે. આ દિવસોમાં કિયારા અડવાણી તેની આગામી ફિલ્મ 'ગેમ ચેન્જર'ને લઈને ચર્ચામાં છે. જો કે, આ બધા સિવાય તે પોતાની અંગત જીવનને કારણે પણ હેડલાઇન્સમાં રહે છે. 'શેરશાહ' કપલ તરીકે પ્રખ્યાત સિદ્ધાર્થ અને કિયારા વિશે આપણે જેટલી વાત કરીએ, તેટલા જ તેઓ ચાહકોમાં ફેમસ થતા જાય છે. જ્યારે કિયારા એક સારી પત્નીની જેમ સિદ્ધાર્થનું ધ્યાન રાખે છે. તો અભિનેતા પણ તેનું ખૂબ ધ્યાન રાખે છે.

બધા સિદ્ધાર્થના વખાણ કર્યા
એટલું જ નહીં, સિદ્ધાર્થ તેની પત્ની કિયારા માટે ખાવાનું પણ બનાવે છે. આ વાતનો ખુલાસો અભિનેત્રીએ પોતે એક શોમાં કર્યો હતો. આ સાંભળીને બધાએ સિદ્ધાર્થના વખાણ કર્યા હતા. ફેન્સે એમની પોસ્ટ પર કોમેન્ટનો વરસાદ કર્યો હતો. કિયારાએ આ પિઝાનો એક વીડિયો પોતાના સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો.આ સાથે તેમણે લખ્યું હતું કે, રવિવાર કો બેસ્ટ શેફ સિદ્ધાર્થ મલ્હોત્રા કે સાથ....હેલ્ધી પિઝા કા સ્વાદ ઈસસે બહેતર કભી નહીં રહા. ફેબ્રુઆરી 2023માં સિદ્ધાર્થ અને કિયારાએ ફેરા ફર્યા હતા. સોશિયલ મીડિયા થકી તેઓ પોતાના અંગત જીવનના અનુભવ શેર કરતા રહે છે.