90ના દાયકાની દિગ્ગજ એક્ટ્રેસ માધુરી દીક્ષિત ફિલ્મોમાં સતત એક્ટિવ છે. માધુરી દીક્ષિત હાલમાં જ રીલિઝ થયેલી 'ભૂલ ભૂલૈયા 3' માટે ચર્ચામાં છે. આ ફિલ્મ દ્વારા એક્ટ્રેસ લાંબા સમય પછી મોટા પડદા પર જોવા મળી હતી.
માધુરી ફિલ્મ રીલિઝ પહેલા જ તેના રોલ માટે ચર્ચામાં હતી. 'ભૂલ ભુલૈયા 3' પણ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે. હાલમાં જ એક ઈન્ટરવ્યુ દરમિયાન તેણે એક ખુલાસો કર્યો હતો અને કહ્યું હતું કે તેને વર્ષો પહેલા ચેતવણી આપવામાં આવી હતી.
માધુરી દીક્ષિતને મળી ચેતવણી
માધુરી દીક્ષિત 1991માં રિલીઝ થયેલી ફિલ્મ સાજનની સફળતાની વાત કરી રહી હતી. આ ફિલ્મમાં તેની સાથે સલમાન ખાન અને સંજય દત્ત લીડ રોલમાં હતા. એક્ટ્રેસે તાજેતરમાં ખુલાસો કર્યો હતો કે તે સમયે તેને આ ફિલ્મનો ભાગ ન બનવાની ચેતવણી આપવામાં આવી હતી. તેને એવી સલાહ પણ આપવામાં આવી હતી કે દર્શકો સંજય દત્તને વિકલાંગ વ્યક્તિના રોલમાં જોવાનું પસંદ નહીં કરે. મીડિયા સાથેની વાતચીતમાં, માધુરી દીક્ષિતે જાહેર કર્યું કે ફિલ્મ 'સાજન'નો ભાગ બનવાના તેના નિર્ણયને અન્ય લોકો તરફથી શંકા અને ચેતવણીઓનો સામનો કરવો પડ્યો હતો.
માધુરી દીક્ષિતને ફિલ્મો ન કરવાની મળી સલાહ
તે સમય દરમિયાન માધુરી દીક્ષિત એક સફળ એક્ટ્રેસ હતી. એક્ટ્રેસે યાદ કર્યું કે “આ સાજન છે, કેટલી સુંદર ફિલ્મ છે. એ ફિલ્મમાં ક્યા ગીતો છે અને મને યાદ છે કે જ્યારે મેં આ ફિલ્મ સાઈન કરી હતી ત્યારે ઘણા લોકોએ કહ્યું હતું કે તમે આ ફિલ્મ કેમ કરી રહ્યા છો? આ કામ કરશે નહીં.” માધુરીના કહેવા પ્રમાણે, લોકોને શંકા હતી કે સંજય દત્તના કારણે ફિલ્મ ચાલી નહીં. સંજય દત્ત 80ના દાયકાથી એક્શન હીરો તરીકે જાણીતા હતા.
ફેન્સને સંજય દત્ત પર શંકા
'સાજન'માં સંજય દત્તનો રોલ એક એવા વ્યક્તિનો હતો જે આધાર વિના બરાબર ચાલી પણ શકતો નથી. દરેક ફેન્સ અનુમાન કરી રહ્યા હતા કે આ ફિલ્મ કામ કરશે નહીં. તેને યાદ કરતાં માધુરીએ કહ્યું, “લોકો કહેતા હતા કે સંજય દત્ત એક્શન સ્ટાર છે, અને તેને એક અપંગ વ્યક્તિની જેમ દર્શાવવામાં આવ્યો છે. આ કેવી રીતે શક્ય બની શકે? આ કામ ચાલશે નહીં. પરંતુ એકવાર ફિલ્મ બની અને પછી ફિલ્મે ઈતિહાસ રચી દીધો.