મહાકુંભ મેળામાં કેટરિના કૈફે કપાળ પર તિલક અને માથા પર દુપટ્ટો બાંધીને ભક્તિમાં લીન જોવા મળ્યા હતા. તો આ તરફ, રવિના ટંડન અને રાશા થડાની સાથે ગંગા આરતી કરી હતી. દેશભરમાંથી લોકો મહાકુંભ 2025માં આસ્થાની ડુબકી લગાવવા માટે પહોંચી રહ્યા છે. ત્યારે બોલિવૂડ સ્ટાર્સ પણ મહાકુંભમાં સ્નાન કરી રહ્યા છે. અહીં બોલીવુડ કલાકારોએ પણ પોતાની શ્રદ્ધા બતાવી હતી.


ગંગા આરતીમાં લીધો ભાગ

રવિના ટંડન અને રાશા થડાની મહાકુંભ આવી પહોંચ્યા હતા. અને ભક્તિમાં લીન જોવા મળ્યા હતા. તો બીજી તરફ, કેટરીના કેફ ,સાસુમાં સાથે આસ્થાની ડુબકી લગાવી હતી. આ બોલીવુડ કલાકારોના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. કેટરિના કૈફ તેની સાસુ વીણા કૌશલ સાથે મહાકુંભમાં પહોંચી હતી. અહીં કેટરિના કૈફ ભક્તિમાં ડૂબેલી જોવા મળી હતી. આ દરમિયાન રવિના ટંડન અને તેની પુત્રી રાશા થડાની પણ જોવા મળી હતી. અભિનેતા અભિષેક બેનર્જી પણ તેમની સાથે જોડાયા હતા. બધાએ સાથે મળીને ગંગા આરતી કરી અને ભજન કિર્તનમાં ભાગ લીધો હતો.

આ દરમિયાન કેટરિના કૈફ પીળા રંગના સૂટમાં જોવા મળી હતી. તેણીએ માથું સ્કાર્ફથી ઢાંકેલું હતું અને કપાળ પર તિલક લગાવેલું હતું. રવિના અને રાશા પણ પીળા રંગના સૂટમાં જોવા મળી હતી. મહાકુંભમાં બધાએ ભજન ગાયા હતા. બધા લોકો જમીન પર બેસીને માતા ગંગાના ભજન ગાતા જોવા મળ્યા હતો. તમને જણાવી દઈએ કે કેટરિના કૈફે પૂજ્ય સ્વામી ચિદાનંદ સરસ્વતીને મળી અને તેમના આશીર્વાદ લીધા. આ પછી તેમણે સંગમમાં ડૂબકી લગાવી. મહાકુંભના કેટરિનાના ફોટા અને વીડિયો વાયરલ થયા છે. ઘણા સ્ટાર્સ મહાકુંભમાં ડુબકી લગાવી ચૂક્યા છે. અક્ષય કુમાર, વિક્કી કૌશલ, અંબાણી પરિવાર, હેમા માલિની જેવા સ્ટાર્સે સંગમમાં ડૂબકી લગાવી છે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, કેટરિના કૈફ છેલ્લે મેરી ક્રિસમસમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં તે મારિયાના પાત્રમાં જોવા મળી હતી. તે ટાઇગર 3 માં પણ જોવા મળી હતી. રવિના ટંડનની પુત્રી રાશા વિશે વાત કરીએ તો, તેણીએ બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું છે. તે આઝાદ ફિલ્મમાં જોવા મળી હતી. ફિલ્મ ફ્લોપ ગઈ. જોકે, રાશાનો આઇટમ નંબર ઉઈ અમ્મા ચાર્ટમાં ટોચ પર રહ્યો. તેમના નૃત્ય અને અભિવ્યક્તિઓની ખૂબ પ્રશંસા થઈ. 

  • Follow us on: