બોલિવૂડ અભિનેતા વિક્કી કૌશલનું કરિયર અત્યારે જોરદાર ગતિએ આગળ ધપી રહ્યું છે અને તે દરેક પ્રકારના પાત્રો માટે ફિલ્મ મેકર્સની પ્રથમ પસંદગી બન્યા છે. તેની ફિલ્મોગ્રાફીમાં એક માઈથોલોજિકલ કેરેકટર ગુમ હતું, પરંતુ હવે વિક્કીના ખાતામાં આ પણ આવી ગયું છે. વિક્કી કૌશલ પોતાની એક નવી ફિલ્મને એનાઉન્સ કરી છે. જેમાં વિક્કી ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર પરશુરામનું પાત્ર ભજવતા આવી રહ્યા છે. બુધવારે આ ફિલ્મના મેકર્સે નવા પ્રોજેક્ટ અંગે જાહેરાત કરી છે.



 

'વિક્કી કૌશલ' મહાવતાર બનશે

એક પ્રોડકશને બુધવારે સોશિયલ મીડિયા પર વિક્કી કૌશલની આગામી ફિલ્મની જાહેરાત કરી છે. જેનું ટાઈટલ મહાવતાર છે. એનાઉન્સમેન્ટ વીડિયોમાં પરશુરામના રોલમાં વિક્કી કૌશલના લૂકને રિવીલ કર્યો છે.

વિક્કીના પોસ્ટની સાથે લખ્યું છે, ધર્મના શાશ્વત યોદ્ધા, ચિરંજીવી પરશુરામની સ્ટોરી, પોસ્ટમાં વિક્કીના લૂકની સાથે ફિલ્મની રિલીઝની તારીખ પણ રિવીલ કરવામાં આવી છે. મહાવતાર ક્રિસમસ-2026માં મોટા પડદે આવશે. પોસ્ટમાં દર્શાવ્યા પ્રમાણે આ ફિલ્મના ડાયરેક્ટર અમર કૌશિક હશે જેઓએ તાજેતરમાં બ્લોકબસ્ટર સ્ત્રી-2 બનાવી છે.

છેલ્લે ચિરંજીવી વિક્કી બન્યા

ઉરી ધ સર્જિકલ સ્ટ્રાઈકની જોરદાર સફળતા પછી ડાયરેક્ટર આદિત્ય ધરે વિક્કીની સાથે એક વધુ મોટી ફિલ્મનો પ્લાન બનાવ્યો હતો. આદિત્યે મહાભારતના પાત્ર અશ્વત્થામા આધારિત પાત્ર ભજવવાની ફિલ્મ અશ્વત્થામાની જાહેરાત કરી હતી.

જો કે, કોરોનાને લીધે લૉકડાઉન પછી આ ફિલ્મ લટકી પડી હતી. છેલ્લે આદિત્યએ આ પ્રોજેક્ટ માટે તેનું જે વિઝન છે તેને પૂર્ણ કરવા માટે હવે ભારતીય સિનેમા તૈયાર નથી. આવામાં અશ્વત્થામાની ભૂમિકા માટે ટ્રેનિંગ શરૂ કરી ચુકેલા વિક્કીને આંચકો લાગ્યો હતો. પરંતુ હવે 'મહાવતાર'થી ફાઈનલી વિક્કીને તેની પ્રથમ માઈથોલોજિકલ ફિલ્મ મળી ગઈ છે. હિંદુ માઈથોલોજીમાં ભગવાન હનુમાન અને અશ્વત્થામા સહિત જે ચિરંજીવીઓનો ઉલ્લેખ છે, પરશુરામ પણ તેઓમાંના એખ છે. પરશુરામની કથા રામાયણ અને મહાભારત બન્નેમાં છે. તેઓની કથાનો વિસ્તાર ઉત્તર ભારતથી લઈ દક્ષિણ ભારત સુધી છે. વિક્કી કૌશલ આ ભૂમિકામાં જોવા મળશે. ફેન્સ માટે ખૂબ ઉત્સાહ પૂર્ણ ખબર છે.


  • Follow us on: