- પ્રમોશનલ ઇવેન્ટમાં મહેશ બાબૂએ આપી હાજરી
- બોબીએ પ્રેરણાત્મક ટ્રાંસફોર્મેશન કર્યુ: મહેશ બાબૂ
- સંદીપ રેડ્ડી વાંગાની આ ત્રીજી ફિલ્મ
રણબીર કપૂરનીઅપકમિંગ ફિલ્મ એનિમલના ટ્રેલરનો લોકો વખાણ કરી રહ્યાં છે. લોકો ફિલ્મની આતુરતાથી રાહ જોઇ રહ્યાં છે. આ વચ્ચે એનિમલનુ ટ્રેલર જોઇ તેલુગુ સુપરસ્ટાર મહેશ બાબૂએ બોબી દેઓલના વખાણ કર્યા છે. એનિમલમાં રણબીર કપૂર મુખ્ય ભૂમિકામાં છે જ્યારે બોબી દેઓલ નેગેટિવ રોલમાં હોવાનુ જાણવા મળ્યું છે. આ ફિલ્મનુ નિર્દેશન સંદીપ રેડ્ડી વાંગા દ્વારા કરવામાં આવ્યું છે.
ઇવેન્ટમાં મહેશ બાબૂ રહ્યાં હાજર
તાજેતરમાં એક પ્રમોશનલ ઇવેન્ટમાં મહેશ બાબૂએ બોબી દેઓલના રોલના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે જેમ જેમ ટ્રેલ આગળ વધે છે તેમ તેમ બોબી દેઓલની ઉપસ્થિતિ વધતી જાય છે અને છેલ્લે તે છવાઇ જાય છે તથા રણબીર કપૂર સાથે ટકરાવનું સ્ટેજ તૈયાર કરે છે.
1 ડિસેમ્બરે રિલીઝ થશે ફિલ્મ
મહેશ બાબુ બોબી દેઓલના પાત્રથી પ્રભાવિત થયા અને કહ્યું, "બોબી, તું અંતમાં આવ્યો અને તેં મને આશ્ચર્યચકિત કરી દીધો, જેના કારણે મારો ફોન હાથમાંથી પડી ગયો." તમે અદભૂત ટ્રાંસફોર્મેશન કર્યું છે, એક પ્રેક્ષક તરીકે તે અમારા માટે ખૂબ જ પ્રેરણાદાયક છે. હું તમને મોટી સ્ક્રીન પર જોવા માટે રાહ જોઈ રહ્યો છુ. 'અર્જુન રેડ્ડી' અને શાહિદ કપૂર સ્ટારર 'કબીર સિંહ' પછી 'એનિમલ' સંદીપ રેડ્ડી વાંગાની ત્રીજી ફિલ્મ છે. આ ફિલ્મ 1 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે.