- ઠંડીની સીઝનમાં ફાઈટસીન શૂટ કરવામાં આવ્યા
- બોબી દેઓલ મૂંગા વ્યક્તિનું પાત્ર પ્લે કરી રહ્યો છે
- ચાર મહિના સુધી બોડી બનાવી અવતાર બદલ્યો
બોલિવૂડ એક્ટર રણબીર કપૂર અને એક્ટ્રેસ રશ્મિકા મંદન્ના સ્ટારર 'એનિમલ'ને લઈને દર્શકોમાં ઘણો ક્રેઝ છે. આ ફિલ્મ તારીખ 1 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવાની તૈયારીમાં છે. આ ફિલ્મનું નિર્દેશન સંદીપ રેડ્ડી વાંગાએ કર્યું છે. ફિલ્મની રિલીઝ ડેટ નજીક આવી રહી છે ત્યારે ટીમ પોતાની ફિલ્મના પ્રમોશનમાં કોઈ કસર છોડી રહી નથી. એનિમલની આખી ટીમ પ્રમોશનલ ટૂર માટે અલગ-અલગ શહેરોનો પ્રવાસ કરી રહી છે. હાલમાં જ ચેન્નાઈમાં એક ઈવેન્ટ દરમિયાન રણબીર કપૂરે ફિલ્મનું ટાઈટલ એનિમલ રાખવા પાછળનું કારણ જણાવ્યું હતું. રણબીર કપૂરની ફિલ્મ એનિમલની રિલીઝની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, ત્યારે ઘણા લોકો આ ફિલ્મના ટાઈટલને લઈને ખૂબ જ ઉત્સુક છે.
હું વાત નહીં કરી શકું
એનિમલની ટીમે તાજેતરમાં ચેન્નાઈમાં એક ઈવેન્ટમાં ભાગ લીધો હતો. ઈવેન્ટ દરમિયાન અનેક સવાલો વચ્ચે રણબીરને ફિલ્મનું ટાઈટલ એનિમલ રાખવા પાછળનું કારણ પૂછવામાં આવ્યું હતું. અભિનેતાએ ફિલ્મના શીર્ષક વિશે ખુલાસો કર્યો અને કહ્યું- 'મને લાગે છે કે તમે આ ફિલ્મને મારા દ્વારા ભજવેલા આ પાત્ર અને અન્ય પાત્રોના પરિપ્રેક્ષ્યથી જોઈ રહ્યા છો કે જેના વિશે હું વાત કરી શકતો નથી. એકવાર તમે ફિલ્મ જોશો તો તમને સમજાઈ જશે. ફિલ્મમાં રણબીર કપૂર અને રશ્મિકા મંદાન્ના લીડ રોલમાં જોવા મળશે. અનિલ કપૂર અને બોબી દેઓલ પણ આ ફિલ્મનો એક ભાગ છે. 'એનિમલ'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે અને લાગે છે કે આ ફિલ્મ પિતા-પુત્રના સંબંધોની રસપ્રદ વાર્તા છે.

ઠંડીની સીઝનમાં શૂટિંગ કરાયું
આ ફિલ્મમાં એક ખાસ વાત એ પણ છે કે, આ ફિલ્મમાં દર્શાવવામાં આવતી ફાઈટ સિક્વન્સમાં કોઈ જ વીએફએક્સનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. બે જાનવર એકબીજા સાથે લડતા હોય એવા સીન શૂટ કરવામાં આવ્યા છે. ખાસ કરીને બોબી અને રણબીરનો ઉઘાડા ડિલવાળો સીન માઈનસ ચાર ડિગ્રીમાં શૂટ કરવામાં આવ્યો છે. એ પણ લંડનના રસ્તા પર. સીન ઓરિજિનલ લાગે એ માટે કોઈ જ પ્રકારની વીએફએક્સ ઈફેક્ટનો ઉપયોગ કરવામાં આવ્યો નથી.