- શાહરૂખના પગલે ચાલી રહ્યો છે રણબીર કપૂર
- બુર્ઝ ખલિફા પર દેખાશે એનિમલની ઝલક
- 60 સેકન્ડનો વીડિયો થશે પ્લે
રણબીર કપૂર હાલ પોતાની અપકમિંગ ફિલ્મ એનિમલને લઇને ચર્ચામાં છે. અભિનેતાને આ ફિલ્મ પાસેથી ઘણી અપેક્ષાઓ છે. મહત્વનું છે કે રણબીર કપૂરની પાછલી ફિલ્મો બોક્સ ઓફિસ પર ખાસ કમાલ કરી શકી ન હતી.
રણબીર કપૂર શાહરૂખ ખાનના પગલે ચાલ્યો
રણબીર ફિલ્મ 'એનિમલ'ને હિટ બનાવવા માટે તમામ પ્રયાસ કરી રહ્યો છે. આ જ કારણ છે કે હવે અભિનેતા બોલિવૂડના બહાદશાહ શાહરૂખ ખાનના પગલે ચાલી રહ્યો છે. એક મળતી માહિતી મુજબ, રણબીર કપૂરની બહુપ્રતિક્ષિત ફિલ્મ એનિમલની કેટલીક ઝલક બુર્જ ખલીફા પર બતાવવામાં આવશે.
એનિમલની ઝલક દેખાશે
એક રિપોર્ટ અનુસાર ફિલ્મનો 60 સેકન્ડનો વીડિયો બુર્જ ખલીફા પર જોવા મળશે. તમને જણાવી દઈએ કે આ પહેલા શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણનું ટ્રેલર બુર્જ ખલીફા પર બતાવવામાં આવ્યું હતું. આ ભવ્ય કાર્યક્રમ દરમિયાન રણબીર કપૂર સાથે ફિલ્મમાં વિલનની ભૂમિકા ભજવી રહેલા બોબી દેઓલ પણ ભાગ લેશે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે અભિનેતા દુબઈમાં યોજાનારી ઈવેન્ટ માટે રવાના થયો છે.
એનિમલ ક્યારે થશે રિલીઝ
એનિમલમાં રણબીર કપૂર અને રશ્મિકા મંદાના સાથે અનિલ કપૂર, બોબી દેઓલ અને તૃપ્તિ ડિમરી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મનું દમદાર ટ્રેલર જોયા બાદ ચાહકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મમાં અનિલ કપૂર રણબીરના પિતાના રોલમાં જોવા મળશે જ્યારે રશ્મિકા મંદન્ના રણબીરની ગર્લફ્રેન્ડના રોલમાં જોવા મળશે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મ 1 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે.