- દીપિકાને આ ફિલ્મની ઓફર પછીથી મળી હતી
- રણવીરના બદલે બીજા એક્ટરનું નામ ફાઈનલ હતુ
- આ ફિલ્મથી દીપવીર રિલેશનશીપમાં આવ્યા હતા
સંજય લીલા ભણસાલીની બ્લોકબસ્ટર ફિલ્મ ગોલિયોં કી રાસ લીલા રામ લીલા લોકોને ખૂબ પસંદ આવી હતી. આ ફિલ્મે આજે એટલે કે તારીખ 15મી નવેમ્બરે 10 વર્ષ પૂર્ણ કર્યા છે. રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે ફિલ્મમાં પોતાના અભિનયથી લોકોનું ઘણું મનોરંજન કર્યું હતું. પરંતુ, શું જાણો છો કે રામ લીલા માટે રણવીર અને દીપિકા પહેલી પસંદ ન હતા? આ ફિલ્મ માટે પહેલા કોને સાઈન કરવામાં એ વિશે એક રીપોર્ટ
આ કલાકારોને ઓફર કરાઈ હતી
તારીખ 15 નવેમ્બર 2013 આ તે દિવસ હતો જ્યારે ભણસાલીની રામલીલા થિયેટરોમાં આવી હતી. ખરેખર, આ ફિલ્મ સાથે જોડાયેલી ઘણી વાર્તાઓ છે. જેમાંથી એક એ છે કે આ ફિલ્મ માટે દીપિકા અને રણવીરની જગ્યાએ અન્ય કોઈને ઓફર કરવામાં આવી હતી. હા, હાલમાં જ રણવીર સિંહે ખુલાસો કર્યો છે કે, ફિલ્મમાં દીપિકાને બદલે કરીના કપૂર પહેલી પસંદ હતી. પરંતુ, કરણ જોહરની ફિલ્મ ગોરી તેરે પ્યાર મેંનું શૂટિંગ પણ એ જ સમયે થવાનું હતું. જ્યારે કરીના આ ફિલ્મમાં કામ કરવા માંગતી હતી. જેના કારણે કરીના આ ફિલ્મને કરી શકી નહી અને દીપિકાને આ ફિલ્મ કરવા માટેનો ચાન્સ મળી ગયો.

છેલ્લી ઘડીએ સ્ટારકાસ્ટ ફરી
જો આપણે રણવીર સિંહની વાત કરીએ તો ફિલ્મમાં તેની જગ્યાએ એક એક્ટર આવવાનો હતો. પરંતુ, છેલ્લી ક્ષણે સંજય લીલા ભણસાલીએ સ્ટાર કાસ્ટ બદલી નાખી. આ ફિલ્મમાં રણવીરની જગ્યાએ પાકિસ્તાની એક્ટર ઈમરાન અબ્બાસ રામનું પાત્ર ભજવવાનો હતો. પરંતુ, કરારની જવાબદારીઓને કારણે તેણે આ ફિલ્મ છોડી દેવી પડી હતી. ઈમરાન અબ્બાસે ફિલ્મ એ દિલ હૈ મુશ્કિલમાં અનુષ્કા શર્માના બોયફ્રેન્ડની ભૂમિકા ભજવી હતી. ફિલ્મના 10 વર્ષ પૂરા થવાના અવસર પર રણવીરે તેની જૂની યાદોને તાજી કરતી એક પોસ્ટ પણ શેર કરી છે. તેમણે ફિલ્મના સેટ પરથી પોતાની અને દીપિકાની BTS તસવીરો શેર કરી છે. ભાગ્યે જ કેટલાક લોકો જાણતા હશે કે રણવીર અને દીપિકાની લવસ્ટોરી પણ આ ફિલ્મથી શરૂ થઈ હતી. જે બાદ બંને એકસાથે સ્પોટ થવા લાગ્યા.