- રાજ કુન્દ્રાએ આપ્યું હતું ચર્ચાસ્પદ નિવદેન
- જેલમાંથી બહાર આવી પોતાના પર ફિલ્મ બનાવી
- આ ફિલ્મમાં પોતે જ હિરો તરીકે આવી ગયો
શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રા લાંબા સમય સુધી માસ્ક પાછળ છુપાયા બાદ આખરે મોટા પડદા પર પહોંચી ગયો છે. રાજ કુન્દ્રા આ દિવસોમાં તેની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'UT 69' માટે ચર્ચામાં છે. અભિનેતાની ફિલ્મને વિવેચકો અને દર્શકો તરફથી મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. જો કે, ફિલ્મના પ્રમોશન દરમિયાન, રાજ કુન્દ્રા આવા ઘણા વિવાદાસ્પદ નિવેદનો આપી રહ્યા છે, જેના કારણે તે વારંવાર મુશ્કેલીમાં મુકાતા જોવા મળે છે.
જેલમાંથી બહાર આવી ફિલ્મ બનાવી
શિલ્પા શેટ્ટીનો પતિ અને બિઝનેસમેન રાજ કુન્દ્રા પોર્નોગ્રાફીના કેસમાં જેલમાં મુશ્કેલ સમયનો સામનો કર્યા પછી તેની પોતાની બાયોપિકમાં હિરો બનીને આવ્યો છે. જેલમાંથી બહાર આવ્યા પછી, સ્ટાર માસ્ક પહેરીને શહેરમાં ફરતો હતો. પરંતુ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયા પછી, તેણે આ માસ્ક પણ ઊતારી નાંખ્યું હતું. દર્શકોને તેના વાસ્તવિક ચહેરાનો પરિચય કરાવ્યો. હવે અભિનેતાનો એક જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેણે બોલિવૂડના કેટલાક કલાકારો પર ટિપ્પણી કરી છે. તેના એક ઈન્ટરવ્યુ દરમિયાન, રાજે તેની ફિલ્મોમાં બોલિવૂડના કેટલાક કલાકારોના અભિનયને 'ઓવરએક્ટિંગ' કરનારા વ્યક્તિ તરીકે ગણી નાંખ્યા છે.
એકલા પડ્યા રાજ કુન્દ્રા
રાજ કુન્દ્રાએ પોતાની વાતમાં રણવીર સિંહ અને કાર્તિક આર્યનનો સમાવેશ કર્યો છે. રાજ કુન્દ્રાએ કહ્યું કે તેણે 'સર્કસ' અને 'સત્યપ્રેમ કી કથા'માં રણવીર સિંહ અને કાર્તિક આર્યનની ઓવર એક્ટિંગ જોઈ છે. આ બંનેએ ઓવર એક્ટિંગ કરી દીધી છે. આ જ ઈન્ટરવ્યુમાં જ્યારે તેને તેની ફેવરિટ હિરોઈન વિશે પૂછવામાં આવ્યું તો તેણે દીપિકા પાદુકોણનું નામ લીધું. આ સાથે તેણે 'કોફી વિથ કરણ 8' પર ટિપ્પણી કરતા કહ્યું કે આ શોમાં કોઈને ફાયદો થઈ શકે નહીં.જોકે, આવું નિવેદન શા માટે આપવામાં આવી રહ્યું છે એ અંગે કોઈ વાત સામે આવી નથી. જોકે, એની ફિલ્મ બીજા કોઈ કલાકારો પણ ખાસ કોઈ ટિપ્પણી કરતા નથી.