• એનિમલના ટ્રેલરની જોરશોરથી ચર્ચા
  • અમેરિકામાં લૉંચ કરાયું હતું ટ્રેલર
  • નવા અવતારમાં જોવા મળશે રણબીર

રણબીર કપૂર આ દિવસોમાં તેની આગામી ફિલ્મ 'એનિમલ'ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મમાં રણબીર સાથે રશ્મિકા મંદાના લીડ રોલમાં જોવા મળશે. રણબીર તેની પ્રોફેશનલ લાઈફની સાથે અંગત જીવનને લઈને પણ ચર્ચામાં રહે છે. રણબીર કપૂરે હવે ફિલ્મોમાંથી બ્રેક લેવાનું નક્કી કર્યું છે. રણબીર છ મહિનાનો બ્રેક લેવા જઈ રહ્યો છે. તે પોતાની પુત્રી રાહા માટે આ બ્રેક લેવા જઈ રહ્યો છે. જેથી તે તેમની સાથે વધુ સમય વિતાવી શકે. રણબીર કપૂર પોતાની પર્સનલ લાઈફને ખૂબ એન્જોય કરી રહ્યો છે.

રાહાના જન્મ પછી નાનકડો બ્રેક

રણબીરે નેશનલ એવોર્ડ વિજેતા આલિયા ભટ્ટ સાથે લગ્ન કર્યા છે. તેમને એક પુત્રી રાહા છે. તાજેતરના એક ઈન્ટરવ્યુમાં રણબીરે પુત્રી રાહા સાથેના તેના બોન્ડ વિશે પણ વાત કરી હતી. રણબીર કપૂરે ઝૂમ પર ચાહકો સાથે વાતચીત કરી. વાતચીતમાં, રણબીર કપૂરે સ્વીકાર્યું કે, રાહાના જન્મ પછીના શરૂઆતના મહિનાઓમાં તે તેની પુત્રી સાથે સમય વિતાવી શક્યો ન હતો. કારણ કે તે શૂટિંગમાં વ્યસ્ત હતો. જો કે, રણબીરે પુષ્ટિ કરી છે કે, તે ફિલ્મોમાંથી 6 મહિનાનો બ્રેક લેવા જઈ રહ્યો છે. જેથી તે તેની પુત્રી સાથે ક્વોલિટી ટાઈમ સ્પાન કરી શકે. રણબીર તેની માતા-પિતાની ફરજો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે.

નવા પ્રોજેક્ટ અંગે સસ્પેન્સ

આલિયા તેની આગામી ફિલ્મ જીગ્રાના શૂટિંગમાં વ્યસ્ત છે. રણબીરે વાતચીતમાં જણાવ્યું કે રાહાએ ચાલવાનું શરૂ કરી દીધું છે. વસ્તુઓને પણ ઓળખવા લાગી છે. તે તેની આસપાસના લોકોને ખૂબ પ્રેમ કરે છે. રણબીરે કહ્યું કે રાહા બોલવાની કોશિશ કરે છે. આ દિવસોમાં રાહા માતા અને પિતા સાથે વાત કરવાનો પ્રયાસ કરી રહી છે. રણબીરે આ તબક્કાને ખૂબ જ સુંદર ગણાવ્યો છે. જોકે, છ મહિના પછી તે ક્યા પ્રોજેક્ટ પર કામ કરશે એ અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી.

  • Follow us on: