- લેકે પ્રભુ કા નામનું શુટિંગ તુર્કીમાં થયેલુ
- ફિલ્મમાં નવા મિશનને લઈને ફેન્સની ચર્ચા
- દમદાર છે ગીતનું મ્યુઝિક અને થીમ
આખરે રાહ જોવાની ક્ષણ ખતમ થઈ ગઈ છે. સલમાન ખાનની મોસ્ટ અવેઈટેડ ફિલ્મ ટાઈગર-3 હવે રિલીઝ થવાની તૈયારીમાં છે. આ ફિલ્મનું એક ગીત હવે રિલીઝ કરવામાં આવ્યું છે. 'લેકે પ્રભુ કા નામ' સોંગમાં કેટરિનાનો ફરી એકવખત ગ્લેમર અવતાર જોવા મળ્યો છે. જોકે, આ ફિલ્મને લઈને છેલ્લા ઘણા દિવસથી ફેન્સ રાહ જોઈને બેઠા હતા. આ ગીત હવે ફાઈનલી રોલઆઉટ કરી દેવામાં આવ્યું છે. ગીત રિલીઝ થતા ફેન્સ અનેક પ્રકારની કોમેન્ટ સોશિયલ મીડિયા પર કરી રહ્યા છે.
પહેલી વખત સલમાન સાથે અરિજીતસિંહ
આ ગીતમાં સંગીત પ્રિતમે આપ્યું છે. જ્યારે ગીતના શબ્દો અમિતાભ ભટ્ટાચાર્યએ લખેલા છે. જ્યારે એક લાંબા સમયગાળા બાદ સલમાનની ફિલ્મમાં ગાવાનો ચાન્સ અરિજીતસિંહને મળ્યો છે. આ ગીત અરિજીતસિંહે ગાયું છે. જ્યારે નિખિતા ગાંધીએ એનો સાથ આપ્યો છે. પહેલી વખત સલમાન ખાન અને અરિજીતસિંહ સાથે કામ કરી રહ્યા છે. ટાઈગર 3 ફિલ્મ 12 નવેમ્બરના રોજ આવી રહી છે. જે એક સાથે ત્રણ ભાષામા રિલીઝ થવાની છે. હિન્દી, તેલુગુ અને તમિલ. આ સમગ્ર ગીત તુર્કીમાં શુટ કરવામાં આવ્યું છે. વૈભવી મર્ચન્ટે આ ગીતની કોર્યોગ્રાફી કરી છે. જેણે આ પહેલા માશાલ્લાહ ગીતના સ્ટેપ આપ્યા હતા.
સાત ગ્લેમરસ અવતારમા કેટરિના
આ ગીતમાં કેટરીનાના સાત જુદા જુદા લુક્સ જોવા મળશે. જોકે, દરેક લુકમાં કેટરિના એક અલગ અંદાજમાં જોવા મળી રહી છે. આ ફિલ્મમાં ઈમરાન હાશમી વિલનના રોલમાં છે. જોકે, ટાઈગર સિરીઝની આ ત્રીજી ફિલ્મ છે. જેમાં ફરી એક નવી સ્ટોરી જોવા મળશે. ફેન્સ એ વાતની રાહ જોઈને બેઠા છે કે, આ ફિલ્મમાં ટાઈગર ક્યા નવા મિશન પર છે. જેની સાથે કેટરિનાનો પાર્ટ કેવો અને કેટલો છે. જ્યારે ટ્રેલર રિલીઝ થયું ત્યારે કેટરિનાની ટુવાલ ફાઈટ પર ફેન્સની આંખો ચોંટી ગઈ હતી. હવે સાત જુદા જુદા અવતારમાં કટેરિના જોવા મળી રહી છે.