• ફિલ્મ રિલીઝ થાય એ પહેલા ટ્રેલર પણ ચર્ચામાં
  • સલમાન કરતા કેટરિનાના એક્શનસીનના વખાણ
  • ફેન્સ કરી રહ્યા છે જોરશોરથી કોમેન્ટ

દર્શકોને 'ટાઈગર 3'નું ટ્રેલર ઘણું પસંદ આવી રહ્યું છે. કેટરિના કૈફના એક દ્રશ્યે ચાહકોનું દિલ જીતી લીધું છે. આ સીનમાં તે ટુવાલ પહેરીને ફાઈટ કરતી જોવા મળે છે. ટ્રેલર આવતાની સાથે જ ફિલ્મને લઈને દર્શકોની ઉત્સુકતા વધી ગઈ છે. આ ફિલ્મમાં ફરી એકવાર સલમાન ખાન સુપર ડિટેક્ટીવ અવિનાશ સિંહ રાઠોડ ઉર્ફે ટાઈગર તરીકે જબરદસ્ત એક્શન મોડમાં જોવા મળશે. એક થા ટાઈગર અને ટાઈગર ઝિંદા હૈ પછી કેટરીના પણ 'ટાઈગર 3'માં ફુલ એક્શન મોડમાં જોવા મળશે.

ટ્રેલર ગમ્યું લોકોને

એક તરફ દર્શકો 'ટાઈગર 3'ના ટ્રેલરને પસંદ કરી રહ્યા છે. બીજી તરફ કેટરિના કૈફના એક સીને ચાહકોનું દિલ જીતી લીધું છે. ખરેખર, ટ્રેલરમાં કેટરિનાનો 3-4 સેકન્ડનો સીન જોવા મળે છે જેમાં અભિનેત્રી ટુવાલ પહેરીને જોરદાર ફાઈટ કરતી જોવા મળે છે. આ સીનમાં એક્ટ્રેસની એનર્જી અને એક્શન અવતાર જોઈને ફેન્સ તેના ખૂબ વખાણ કરી રહ્યા છે અને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. દરેક ફેન્સની આંખ એના પર ચોંટી ગઈ છે. ખાસ કરીને ટુવાલ ફાઈટનો સીન સોશિયલ મીડિયા પર જોરશોરથી ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર આ સીનને લઈને લોકો અનેક પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે.

આ સીનને ગણાવ્યો બેસ્ટ

એક યુઝરે તો ત્યાં સુધી લખી નાંખ્યું કે, આ વખતે કેટરિનાના એક્શને કમાલ કરી દીધી. સ્પીચલેસ...એક યુઝરે લખ્યું, 'ટાઈગર 3 માં ધ્યાન આકર્ષિત કરવા માટે, સલમાન ખાને બોડી બિલ્ડીંગ, મેકઅપ અને બોડી ડબલ પર મહિનાઓ વિતાવ્યા. આ દરમિયાન, કેટરિનાએ સાદા ટુવાલ સીનથી તમામ લાઈમલાઈટ લઈ લીધી હતી. અન્ય એક વ્યક્તિએ લખ્યું- 'એક પણ ક્ષણ એવી નથી કે જે ગુસબમ્પ્સ આપે. માત્ર કેટરિનાનો ટુવાલ સીન જ બેસ્ટ છે. 

  • Follow us on: