• મલાઈકા અરોરા પર્સનલ લાઈફને લઈને વધુ ચર્ચામાં રહે છે
  • મલાઈકાએ રિપોર્ટ મુજબ અર્જુન કપૂર સાથે બ્રેકઅપ કરી લીધું છે
  • મલાઈકા અરોરાએ ડ્રીમ વેડિંગ વિશે અનેક ખુલાસા કર્યા છે

બોલીવુડ એક્ટ્રેસ મલાઈકા અરોરા તેની પ્રોફેશનલ લાઈફ કરતાં તેના પર્સનલ લાઈફને લઈને વધુ ચર્ચામાં રહે છે. છેલ્લા કેટલાક દિવસોથી એવા સમાચાર આવી રહ્યા છે કે મલાઈકાએ અર્જુન કપૂર સાથે બ્રેકઅપ કરી લીધું છે. આ દરમિયાન મલાઈકાના જૂના ઈન્ટરવ્યુની ખૂબ ચર્ચા થઈ રહી છે.

મલાઈકા અરોરાએ ડ્રીમ વેડિંગ વિશે કરી વાત

મલાઈકા અરોરા અને અર્જુન કપૂર બોલીવુડના પોપ્યુલર કપલમાંથી એક છે. તેઓ ઘણીવાર પાર્ટી અને ઈવેન્ટ્સમાં સાથે જોવા મળતા હતા. પરંતુ આ કપલ લાંબા સમયથી સાથે જોવા મળ્યું ન હતું. રિપોર્ટ મુજબ આ કપલનું બ્રેકઅપ થઈ ગયું છે. આ ચર્ચાઓ વચ્ચે, મલાઈકાએ એકવાર તેના ડ્રીમ વેડિંગને લઈને વાત કરી.

મલાઈકાએ લગ્નને લઈને કર્યા અનેક ખુલાસા

મલાઈકા અરોરા નેહા ધૂપિયાના ચેટ શોમાં પહોંચી હતી. આ દરમિયાન એક્ટ્રેસને તેની પર્સનલ લાઈફને લઈને ઘણા સવાલો પૂછવામાં આવ્યા હતા. મલાઈકાએ કહ્યું હતું કે તે કેવા લગ્ન કરવા માંગે છે. એક્ટ્ર્સે કહ્યું, 'મારા સપનાના લગ્ન બીચ પર થશે અને તે સંપૂર્ણપણે વ્હાઈટ વેડિંગ હશે. મારે લગ્નમાં 'એલી સાબ ગાઉન' પહેરવાનું છે.

મલાઈકા અરોરાએ ખુલાસો કર્યો હતો કે, 'બ્રાઈડમેટ્સ'માં મારી એક ગર્લ ગેંગ હશે. મને બ્રાઇડમેઈડ્સનો ખ્યાલ ખરેખર ગમે છે. તમને જણાવી દઈએ કે મલાઈકાએ આ ડ્રીમ વેડિંગ વિશે ત્યારે જ ખુલાસો કર્યો હતો જ્યારે તેણે અર્જુન કપૂર સાથેના સંબંધોને ઓફિશિયલ કર્યા હતા. બંને ઘણીવાર સાથે જોવા મળતા હતા. આ સિવાય તે દરરોજ પોતાના રોમેન્ટિક ફોટા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતો હતો.

મલાઈકા અને અર્જુન વચ્ચેના સંબંધોમાં પડી તિરાડ

મલાઈકા અને અર્જુન વચ્ચેના સંબંધોમાં તિરાડ પડી ગઈ છે. મલાઈકા તેના જન્મદિવસ પર પણ જોવા મળી ન હતી અને ન તો એક્ટ્રેસે અર્જુન માટે કોઈ પોસ્ટ શેર કરી હતી. જે બાદ ફેન્સે કન્ફર્મ કર્યું કે બંને અલગ થઈ ગયા છે. પરંતુ હજુ સુધી મલાઈકા અને અર્જુન તરફથી આને લઈને કોઈ ઓફિશિયલ સ્ટેટમેન્ટ સામે આવ્યું નથી. બ્રેકઅપની ચર્ચાઓ વચ્ચે એક્ટ્રેસ એક મિસ્ટ્રી મેન સાથે જોવા મળી હતી. જે બાદ તેના નવા બોયફ્રેન્ડ વિશે ચર્ચાઓ શરૂ થઈ હતી.

  • Follow us on: