• પ્રમોશનમાં વ્યસ્ત છતાં મેઘનાએ ઈન્ટરવ્યૂ આપ્યું

  • દીપિકાની દિલ્હીની મુલાકાતને લઈ કરી નાંખી વાત
  • મેઘનાએ કહ્યું એ સમયે મુદ્દો ફંટાઈ ગયો હતો.

દીપિકા પાદુકોણની જેએનયુ મુલાકાત અને તે પછીનો વિવાદ યાદ હશે. દીપિકા ફિલ્મ 'છપાક'ના પ્રમોશનના સિલસિલામાં જેએનયુ પહોંચી હતી. ત્યારબાદ ઘણો હોબાળો થયો હતો. હવે વર્ષો પછી ફિલ્મની ડાયરેક્ટર મેઘના ગુલઝારે આ મામલે પોતાનું મૌન તોડ્યું છે. મેઘનાએ સ્વીકાર્યું છે કે, દીપિકાની મુલાકાત ફિલ્મ માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ. આ દિવસોમાં મેઘના તેની આગામી ફિલ્મ 'સામ બહાદુર'ના પ્રમોશનમાં વ્યસ્ત છે.

ખાસ મુલાકાતમાં કહી વાત

સામ માણેકશા પર આધારિત ફિલ્મ 'સામ બહાદુર' 1 ડિસેમ્બરે રણબીર કપૂરની ફિલ્મ 'એનિમલ' સાથે ટકરાશે. મેઘના ગુલઝાર દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં વિકી કૌશલે મુખ્ય ભૂમિકા ભજવી છે. તે જ સમયે, સાન્યા મલ્હોત્રા અને ફાતિમા શેખ પણ આ ફિલ્મમાં મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે. તાજેતરમાં, એક ઈન્ટરવ્યુમાં મેઘનાએ દીપિકાની જેએનયુ મુલાકાતને લઈને દિલ ખોલીને વાત કરી છે. જેમાં તેમણે એ સમયે શું ઘટના બની હતી એ અંગે નિવેદન આપ્યું છે. દીપિકા પાદુકોણની ફિલ્મ 'છપાક' એક ખાસ ફિલ્મ હતી, જે એસિડ એટેક જેવા મુદ્દા પર આધારિત હતી. આ ફિલ્મમાં દીપિકા પાદુકોણે મુખ્ય ભૂમિકા ભજવી હતી.


દીપિકાની દિલ્હી મુલાકાત

આ ફિલ્મના પ્રમોશનના સંદર્ભમાં દીપિકાએ જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU)ની મુલાકાત લીધી હતી. તે સમયે CAA-NRCનો વિરોધ ચાલી રહ્યો હતો અને આવી સ્થિતિમાં દીપિકાના ત્યાં જવાને કારણે હંગામો થયો હતો. મેઘનાએ તાજેતરમાં જ આ અંગે પોતાનું મૌન તોડ્યું અને કહ્યું, 'હા, આ મુલાકાતને કારણે ફિલ્મને સીધી અસર થઈ હતી. કારણ કે આ પછી આ મુદ્દો એસિડ એટેકથી ભટકીને બીજે ક્યાંક ગયો હતો. આનાથી ફિલ્મને ચોક્કસપણે મદદ મળી હતી. તેનાથી ફરક પડ્યો હતો. તે અંગે અત્યારે પણ જૂઠું બોલી શકાતું નથી. આ ફિલ્મ 10 જાન્યુઆરી 2020ના રોજ રિલીઝ થઈ હતી. જેમાં વિક્રાંત મેસીએ ભૂમિકા અદા કરી હતી. આ ફિલ્મ લક્ષ્મી અગ્રવાલ પર આધારીત છે. દીપિકાએ માલતીનો રોલ પ્લે કર્યો હતો. જે એસિડ અટેકથી પીડિત છે. ફિલ્મનો વિષય સારો હતો પણ દર્શકો ઈમ્પ્રેસ થયા નહીં

  • Follow us on: