• ફિલ્મ સામ બહાદૂરની ટીમ પહોંચી ગોલ્ડન ટેમ્પલ

  • વિકીએ મસ્ત ફોટો ક્લિક કરીને ઈન્સ્ટા. પર મૂક્યો
  • મેઘના માટે પહેલી પસંદ વિકી ન હતો

વિકી કૌશલની નવી ફિલ્મ સામ બહાદૂર ડિસેમ્બર મહિનામાં રિલીઝ થવાની છે. ફિલ્મ પહેલા સ્ટારકાસ્ટ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. મુંબઈમાં અને લખનૌમાં પ્રમોશન કર્યા બાદ હવે સામ બહાદૂર ફિલ્મની સ્ટારકાસ્ટ પંજાબના અમૃતસર સિટીમાં પહોંચી હતી. જ્યાં વિકી કૌશલે ગોલ્ડન ટેમ્પલ ગુરુદ્વારામાં માથું નમાવ્યું હતું. આ મુલાકાતના કેટલાક ફોટો સોશિયલ મીડિયા પર જોરશોરથી શેર થઈ રહ્યા છે. વિકી કૌશલે પણ ગોલ્ડન ટેમ્પલ દેખાય એવી રીતે ફોટો ક્લિક કરાવ્યો હતો. જે ફોટો એના ઈન્સ્ટાગ્રામ ઉપર પણ જોઈ શકાય છે.

ખાસ મુલાકાતમાં કહી મોટી વાત

વિકીએ આ મુલાકાતમાં જણાવ્યું હતું કે, જ્યારે મેઘના સાથે મુલાકાત થઈ એ સમયે ફિલ્મ અંગે પ્રાથમિક ચર્ચા કરવામાં આવી હતી. હકીકતમાં જ્યારે ફિલ્મ રાઝી ચાલી રહી હતી એ સમયથી આ ફિલ્મને લઈને પ્લોટ નક્કી થયો હતો. કેટલુંક કામ એ સમયે બાકી હતું. એ પછી સામ બહાદૂર પર એક અભ્યાસ કરવામાં આવ્યો. એ પોતાની ડ્યૂટીમાં કેવી રીતે ચાલતા, એમની ઓર્ડર દેવાની સ્ટાઈલ, સૈન્યનું નેતૃત્વ કરવા માટેની શૈલી અને એ દરેક વસ્તુની નજીક જવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જોકે, ફેન્સ પણ કહે છે કે, વિકી કૌશલનો આ ફિલ્મમાં અભિનય જોરદાર રહ્યો છે. ફિલ્મનુ ટ્રેલર સામે આવી ચૂક્યું છે. આ ફિલ્મમાં સામ બહાદૂરની એક જર્ની બતાવવામાં આવી છે. જ્યારે તેઓ 20 વર્ષના હતા એ સમયથી લઈને જ્યારે તેઓ 60 વર્ષના થયા ત્યાં સુધીના એમના જીવનના ઊતાર ચઢાવ ઓન સ્ક્રિન બતાવાયા છે.

ઘણી સારી સ્ટોરી છે Vicky Kaushal in

મેઘનાએ આ મુલાકાત વખતે કહ્યું હતું કે, મારા માતા કે પિતાની કોઈ જ છાપ આ ફિલ્મ પર નથી. પણ સારી વાત એ છે કે, જે સ્ટોરી હું કહી રહી હતી એને સ્ક્રિન પર દેખાડવાનો ચાન્સ મળી રહ્યો છે. પહેલા હું ઘણી સ્ટોરીઓ શોધતી હતી. પણ આજે સમય એવો છે કે, સ્ટોરી મને શોધી રહી છે. પહેલી પસંદમાં તો વિકી આ ફિલ્મની કોઈ ચોઈસ ન હતો. મેં અગાઉ પણ વિકી સાથે રાઝી ફિલ્મમાં કામ કરેલું છે. એક પાત્રમાં કેવી રીતે અંદર ઊતરવું એ આ કલાકારને સારી રીતે આવડે છે. પણ આ ફિલ્મમાં એક જર્ની એની પણ અલગ રહી છે. પછી જ્યારે ફર્સ્ટલૂક માટે ચર્ચા થઈ એ સમયે મને વિકીનું પર્ફોમન્સ ગમ્યું હતું. વિકીએ ઘણી મહેનત કરી છે જેનું પરિણામ તમારી સામે છે. 

  • Follow us on: