- અલગ અલગ મિટિંગમાં સ્ક્રિપ્ટની ચર્ચા થઈ
- બન્ને કલાકારોને પસંદ પડી છે ફિલ્મ સ્ક્રિપ્ટ
- માર્ચ મહિનામાં શરૂ થશે ફિલ્મનું કામ
શાહરૂખ ખાન અને સલમાન ખાનની ફિલ્મ ટાઈગર વીએસ પઠાણનું શૂટિંગ માર્ચ 2024થી શરૂ થશે. શાહરૂખ અને સલમાને સ્ક્રિપ્ટને લીલી ઝંડી આપી દીધી છે. ફિલ્મના નિર્માતા આદિત્ય ચોપરાએ બંને મેગાસ્ટાર્સને સાથે બેસાડીને સ્ક્રિપ્ટ સંભળાવી. આ સ્ક્રિપ્ટ કિંગખાન અને સલમાન બન્નેને પસંદ પડી છે. ફિલ્મની વાર્તા એક મહિના પહેલા શાહરૂખ અને સલમાનને અલગ-અલગ મિટિંગમાં કહેવામાં આવી હતી. બન્ને કલાકારો આ ફિલ્મ કરવા માટે સહમત થયા છે. નવેમ્બર મહિનામાં આ ફિલ્મનું પ્રિ પ્રોડક્શનનું કામ શરૂ થવાનું છે. જ્યારે આગામી વર્ષે માર્ચ મહિનામાં ફિલ્મ રીલિઝ થવાની છે.
સલમાનનો રોલ મોટો













