• આ વર્ષમાં 'પઠાણ' અને 'ગદર-2' એમ બે ફિલ્મોએ સૌથી વધુ કમાણી કરી
  • 'ડ્રિમગર્લ-2' પણ 100 કરોડની ક્લબમાં સામિલ થઈ
  • પાંચ જુદ જુદા લુક્સમાં જોવા મળશે શાહરૂખ

સુપરસ્ટાર શાહરૂખ ખાનની ફિલ્મ 'જવાન' બોક્સ ઓફિસ પર ધૂમ મચાવવા માટે તૈયાર છે. આ ફિલ્મે રિલીઝ પહેલા જ નોંધપાત્ર કમાણી કરી લીધી છે. ફિલ્મની ટિકિટ એડવાન્સ બુકિંગમાં મોટાપાયે વેચાઈ ગઈ છે. કિંગ ખાનની ફિલ્મ 'જવાન' રિલીઝ પહેલા જ 50 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી ચૂકી છે. જેમાં 'પઠાણ'નો રેકોર્ડ પણ તૂટી ગયો છે. ફિલ્મ ટ્રેડ એનાલિસ્ટ મનોબાલા વિજયબાલને શાહરૂખ ખાનની ફિલ્મ 'જવાન'ના એડવાન્સ બુકિંગ વિશે નવીનતમ માહિતી આપી છે. જેમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. તેમના જણાવ્યા અનુસાર, ભારતમાં પ્રથમ દિવસે એડવાન્સ બુકિંગથી 'જવાન'ને 32.47 કરોડ રૂપિયાની કમાણી થઈ છે.

ફોરેન ક્લેકનશ પહેલા મળ્યું

જ્યારે વિદેશી કલેક્શન 18.70 કરોડ રૂપિયા છે. આ કિંગ ખાનની 'જવાન'એ રિલીઝ પહેલા જ એડવાન્સ ટિકિટના વેચાણથી 51.17 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. આટલું જ નહીં, પહેલા દિવસે એડવાન્સ ટિકિટના વેચાણના મામલામાં 'જવાન' ભારતમાં 'પઠાણ'ને પણ પાછળ છોડી દીધું છે. મલ્ટિપ્લેક્સ ચેઇનમાં જ ફિલ્મની 3,91,000 ટિકિટો વેચાઈ છે. ટ્રેલર રીલિઝ થયા બાદ શાહરૂખ ખાનના ફેન્સ 'જવાન'ને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. આમાં કિંગ ખાન પાંચ અલગ-અલગ લુકમાં જોવા મળશે, જેમાંથી તેના બાલ્ડ લુકએ લોકોનું ધ્યાન ખેંચ્યું છે. આ ફિલ્મ શાહરૂખ ખાનના પ્રોડક્શન હાઉસ હેઠળ બની છે. જેનું બજેટ લગભગ 300 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.

સાઉથના ડાયરેક્ટરનું ડારેક્શન

આ એક ફુલ ઓન એક્શન ફિલ્મ છે, જેની ઝલક ટ્રેલરમાં જોવા મળી છે. 'જવાન' 7 સપ્ટેમ્બર, 2023ના રોજ સિનેમાઘરોમાં આવશે. હિન્દીની સાથે તે તમિલ અને તેલુગુ ભાષાઓમાં પણ રિલીઝ થશે. કિંગ ખાન ઉપરાંત નયનતારા, વિજય સેતુપતિ, સાન્યા મલ્હોત્રા, પ્રિયમણી, સુનીલ ગ્રોવર, યોગી બાબુ અને રિદ્ધિ ડોગરા જેવા સ્ટાર્સ જોવા મળશે. આ ફિલ્મનું દિગ્દર્શન સાઉથના પ્રખ્યાત નિર્દેશક એટલા કુમારે કર્યું છે.

  • Follow us on: