ભારતમાં અત્યારે સ્ટાર અભિનેતાઓની ફિલ્મો બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. થિયેટરમાં અત્યારે એક પછી એક મેગા સ્ટારની ફિલ્મો રિલીઝ થતા ફિલ્મી રસિયાઓને મોજ પડી છે. સની દેઓલની જાટ ફિલ્મ, અક્ષય કુમારની કેસરી-2 અને અજય દેવગણ સ્ટારર ફિલ્મ રેડ-2એ બોક્સ ઓફિસ પર અડ્ડો જમાવ્યો હતો. તમામ બોલીવુડ સ્ટારને પછાડી આ સપ્તાહે હોલીવુડ સ્ટારે બાજી મારી છે. હોલીવુડ સ્ટાર ટોમ ક્રૂઝની ફિલ્મ ' મિશન ઇમ્પોસિબલ 'ને રવિવાર ફળ્યો અને બોક્સ ઓફિસ પર જોરદાર કલેકશન કર્યું. આ ફિલ્મે ભારતમાં રિલીઝ થયાના માત્ર બે દિવસમાં જ 16.5 કરોડનું કલેકશન શાનદાર કલેકશન કરતા બોલીવુડના મેગા સ્ટારની ફિલ્મોને પાછળ છોડી છે.


ટોમ ક્રૂઝનો ભારતમાં જાદુ 

હોલીવુડ હીરો ટોમ ક્રૂઝનો ભારતમાં જાદુ ચાલ્યો. મિશન ઇમ્પોસિબલ ' ફિલ્મ ભારતના વીકએન્ડમાં સારું કલેકશન મેળવવામાં સફળ રહી. ટોમ ક્રૂઝની પ્રખ્યાત ફિલ્મ ફ્રેન્ચાઇઝ 'મિશન ઇમ્પોસિબલ'નો આઠમો ભાગ અમેરિકાના 6 દિવસ પહેલા 17 મેના રોજ ભારતમાં રિલીઝ થઈ હતી. ' મિશન ઇમ્પોસિબલ ' એ બંને દિવસે લગભગ 16.5 કરોડ રૂપિયાની કમાણી કરી છે. કુલ મળીને, ફિલ્મે બે દિવસમાં 33 કરોડ રૂપિયાની કમાણી કરી છે. બીજા દિવસની કમાણીમાં, ફિલ્મે 'રેડ 2' ના આંકડા (12 કરોડ) ને પાર કરી દીધા છે. એક અનુમાન મુજબ આ ફિલ્મ આ સપ્તાહના અંતમાં લગભગ 200 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લેશે. ફિલ્મમાં ટોમ ક્રૂઝના જોરદાર સ્ટંટ જોઈ તેના ફેન પ્રભાવિત થયા છે. આ શ્રેણીની અગાઉની ફિલ્મોની અપેક્ષા મુજબ ટોમ ક્રૂઝના અદભૂત સ્ટંટ જોવા મળ્યા છે. ફિલ્મ જોનારા દર્શકોને વિશ્વાસ નહીં આવે કે આ ઉંમરે પણ ટોમ ક્રૂઝે બધા સ્ટંટ જાતે કર્યા છે અને ઘણા દ્રશ્યો એટલા અદ્ભુત છે કે તમારા શ્વાસ અધ્ધર થઈ જશે.

29 વર્ષથી ચાલતી સફર સમાપ્ત

'મિશન ઇમ્પોસિબલ ધ ફાઇનલ રેકનિંગ' નામની આ ફિલ્મ આ શ્રેણીનો આ 8મો એટલે કે છેલ્લો ભાગ છે. આ શ્રેણીની પહેલી ફિલ્મ 1996માં રિલીઝ થઈ હતી અને તેનો છેલ્લો ભાગ 2023માં આવ્યો હતો. 29 વર્ષથી ચાલી આવતી આ સફર હવે સમાપ્ત થઈ રહી છે, પરંતુ ટોમ ક્રૂઝની ફિલ્મની આ વિદાય ખૂબ જ સન્માનજનક બનવાની છે. ફિલ્મનો બોક્સ ઓફિસ કલેક્શન આ વાત કહી રહ્યો છે. અહીં આપણે ભારતમાં મિશન ઇમ્પોસિબલની કમાણી જાણીએ છીએ. ફિલ્મોની કમાણીનો ડેટા સામે આવ્યા છે તે મુજબ ટોમ ક્રૂઝની ફિલ્મ મિશન ઇમ્પોસિબલ 8એ પહેલા દિવસે  16.5 કરોડ રૂપિયાની જંગી કમાણી કરી હતી, જે 'જાટ', 'કેસરી ૨' અને 'સ્કાય ફોર્સ' જેવી ઘણી મોટી બોલિવૂડ ફિલ્મોના શરૂઆતના દિવસના કલેક્શનને વટાવી ગઈ હતી.


  • Follow us on: