- પોપ્યુલર એક્ટર નાગા ચૈતન્ય અને શોભિતા ધૂલીપાલાએ સગાઈ કરી છે
- આ કપલની સગાઈની તસવીરો પણ સોશિયલ મીડિયા પર સામે આવી છે
- નાગાઅર્જુન તેના પુત્ર અને પુત્રવધૂ સાથે પોઝ આપતો જોવા મળે છે
પોપ્યુલર એક્ટર નાગા ચૈતન્યએ તેની ગર્લફ્રેન્ડ શોભિતા ધૂલીપાલા સાથે સગાઈ કરી લીધી છે. તેમની સગાઈની તસવીરો પણ સામે આવી છે. આજે સવારથી એવી ચર્ચાઓ થઈ રહી હતી કે કપલ આજે રિંગ્સની આપલે કરીને તેમના સંબંધોને ઓફિશિયલ બનાવી શકે છે. આ પહેલા બંનેએ તેમના સંબંધોની પુષ્ટિ કરી ન હતી. હવે તેમના સંબંધો પર સત્તાવાર મહોર લગાવવામાં આવી છે.
નાગા અને શોભિતાએ કરી સગાઈ
સામંથા રૂથ પ્રભુથી છૂટાછેડાના 3 વર્ષ પછી એક્ટરે હવે બીજા લગ્ન તરફ પહેલું પગલું ભર્યું છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ શોભિતા ધૂલીપાલા અને નાગા ચૈતન્ય વર્ષ 2022માં પહેલીવાર સાથે જોવા મળ્યા હતા અને ત્યારથી તેઓ સાથે હોવાની વાતો ચાલી રહી છે. પરંતુ પહેલા છૂટાછેડા પછી, નાગાએ હંમેશા તેના સંબંધો પર મૌન જાળવી રાખ્યું. નાગા ચૈતન્ય અને શોભિતા ધૂલીપાલાની સગાઈની પુષ્ટિ એક્ટર નાગાર્જુને કરી છે.
નાગાર્જુને શેર કરી તસવીરો
નાગાર્જુને તેના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેના પુત્રની સગાઈની તસવીરો શેર કરી છે. એક્ટરે તેના પુત્ર અને ભાવિ પુત્રવધૂને આશીર્વાદ આપ્યા છે અને દુનિયા સાથે અને ફેન્સ સાથે સારા સમાચાર શેર કર્યા છે. એક્ટરે લખ્યું છે કે 'અમે અમારા પુત્ર નાગા ચૈતન્યની શોભિતા ધૂલીપાલા સાથે સગાઈની જાહેરાત કરતાં ખૂબ જ ખુશ છીએ, આ સગાઈ આજે સવારે 9:42 વાગ્યે થઈ હતી. શોભિતાને અમારા પરિવારમાં આવકારતાં અમે ખૂબ જ ખુશ છીએ. સુખી કપલને ખૂબ ખૂબ અભિનંદન! તેમને જીવનભર પ્રેમ અને ખુશીની શુભેચ્છા. દેવ આશિર્વાદ! 8.8.8 અનંત પ્રેમની શરૂઆત, શોભિતાદ, ચાયક્કિનેની.’
રોમેન્ટિક સ્ટાઈલમાં જોવા મળ્યું કપલ
તસવીરોની વાત કરીએ તો આ કપલ ટ્રેડિશનલ લુકમાં જોવા મળી રહ્યું છે. જ્યાં શોભિતા ધૂલીપાલા સાઉથ ઈન્ડિયન જ્વેલરી અને લુક સાથે પીચ કલરની સાડીમાં જોવા મળે છે, તો નાગા પણ ટ્રેડિશિનલ વેયરમાં ખૂબ જ સુંદર જોવા મળી રહી છે. કપલના ચહેરા પર ખુશી સ્પષ્ટ જોવા મળી રહી છે. શોભિતાએ નાગાના ખભા પર માથું મૂકીને રોમેન્ટિક પોઝ પણ આપ્યો છે. બીજી તરફ નાગાઅર્જુને તેના પુત્ર અને પુત્રવધૂ સાથે પોઝ આપતો જોવા મળે છે. તેની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.