- હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકે 18 જુલાઈના રોજ તેમના છૂટાછેડાની જાહેરાત કરી હતી
- એક્ટ્રેસ તેના પુત્ર સાથે સર્બિયા પાછી ગઈ હતી
- પુત્રના જન્મદિવસ પર હાર્દિક અને નતાશા બંનેએ એક ભાવનાત્મક પોસ્ટ શેર કરી
નતાશા સ્ટેનકોવિક અને હાર્દિક પંડ્યાએ 18 જુલાઈના રોજ છૂટાછેડાની જાહેરાત કરી હતી. આ કપલે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી અને કહ્યું હતું કે 4 વર્ષ સુધી લગ્ન કર્યા બાદ હવે બંને અલગ થઈ રહ્યા છે અને તેઓ પોતપોતાના જીવનમાં આગળ વધવા માટે તૈયાર છે. છૂટાછેડાની જાહેરાતના થોડા દિવસો પછી, નતાશા સ્ટેનકોવિક તેના પુત્ર અગસ્ત્ય સાથે તેના દેશ સર્બિયા પરત ફર્યા. હાલમાં નતાશા અને અગસ્ત્ય સર્બિયામાં છે.
આજે અગસ્ત્ય પંડ્યાનો જન્મદિવસ
આજે 30 જુલાઈએ કપલના પુત્ર અગસ્ત્ય પંડ્યાનો જન્મદિવસ છે. અગસ્ત્ય તેનો જન્મદિવસ સર્બિયામાં માતા નતાશા સાથે સેલિબ્રેટ કરી રહ્યો છે. એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર તેના પુત્રની ઘણી તસવીરો શેર કરી છે અને તેને પ્રેમથી જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર તેના પુત્ર અગસ્ત્યના ફોટા શેર કરતા તેણે લખ્યું, 'હેપ્પી બર્થડે માય બુબા. હું હંમેશા તમારી સાથે છું.'


https://www.instagram.com/hardikpandya93/?hl=en
હાર્દિકે પણ પાઠવી શુભેચ્છા
હાર્દિક પંડ્યાએ પણ તેના જન્મદિવસ પર એક પોસ્ટ શેર કરીને તેના પુત્રને શુભેચ્છા પાઠવી હતી. ક્રિકેટર તેની પોસ્ટમાં ખૂબ જ ભાવુક જોવા મળી રહ્યો હતો. તેને લખ્યું છે કે, 'તમે મને દરરોજ આગળ વધવાની હિંમત આપો છો, તમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ, દરેક સારી અને ખરાબ બાબતમાં મારા ભાગીદાર. મારું દિલ, મારા અગસ્ત્ય, હું તને કેટલો પ્રેમ કરું છું તે શબ્દોમાં વ્યક્ત કરવું મુશ્કેલ છે. તેની પોસ્ટ પરથી સ્પષ્ટ થઈ ગયું કે તે તેના ખાસ દિવસે તેના પુત્રને કેટલો મિસ કરી રહ્યો છે.