- નતાશા વર્લ્ડ કપ પછી પહેલીવાર જોવા મળી
- હાર્દિક અને નતાશાના છુટાછેડાની અફવાઓ ઉડી
- હાર્દિકના પ્રદર્શન પર પત્નીએ કોઈ પ્રતિક્રિયા ન આપી
T20 વર્લ્ડ કપમાં પોતાના પતિનું શાનદાર પ્રદર્શન હોવા છતાં નતાશા સ્ટેનકોવિકે કોઈ પોસ્ટ કરી નથી. જોકે, હાર્દિકના પ્રદર્શનના કારણે તેના ખૂબ વખાણ થયા હતા. હવે નતાશા વર્લ્ડ કપ પછી પહેલીવાર પાપારાઝી કેમેરામાં જોવા મળી હતી. નતાશાએ પેપ્સ સાથે વાત ન કરી પરંતુ હળવા સ્મિત સાથે કેમેરાની સામે પસાર થઈ અને ત્યાંથી કારમાં જતી રહી હતી જેના પછી તેના મૌન પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે
હસીના ઘરની બહાર નીકળતી જોવા મળી હતી
વીડિયોમાં નતાશા સ્ટેનકોવિક બ્લેક અને વ્હાઈટ પટ્ટાવાળું ટોપ પહેરીને જોવા મળી હતી. આ સાથે અભિનેત્રીએ ગ્રીન કલરનો પાયજામા પહેર્યો હતો. ચહેરા પર ચશ્મા લગાવીને અને વાળ બાંધીને નતાશા કેમેરામાં આવતાની સાથે જ પેપ્સની સામે થોડું હસી પડી અને ત્યાંથી કારમાં જતી રહી હતી. નતાશાનો સિમ્પલ લુક ફેન્સને પસંદ આવ્યો હતો અને ત્યાં તેની ચમકતી BMW કારે પણ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું.
હાર્દિકના પ્રદર્શન પર કોઈ પ્રતિક્રિયા ન આપી
T20 વર્લ્ડ કપમાં હાર્દિક પંડ્યાનું પ્રદર્શન સારું રહ્યું હતું પરંતુ નતાશાએ હાર્દિક માટે તેની પત્ની તરીકે કંઈપણ પોસ્ટ કર્યું નથી. પરંતુ ઇન્સ્ટા સ્ટોરી પર તેનો એક વીડિયો શેર કર્યો જેમાં તે ડ્રેસ અપ કરતી જોવા મળી હતી. નતાશા અને હાર્દિક વચ્ચે શું ચાલી રહ્યું છે તે કોઈ સમજી શકતું નથી. અભિનેત્રી ઇન્સ્ટાગ્રામ પર ફોટા અને વિડિયો શેર કરતી રહે છે પરંતુ તેણે લાંબા સમયથી હાર્દિક સાથે કોઈ તસવીર શેર કરી નથી. જે બાદ લોકો તેમના સંબંધોમાં ખટાશની વાત કરી રહ્યા છે. પરંતુ બંનેએ તેમના સંબંધોના સ્ટેટસ અંગે કોઈ અપડેટ શેર કરી નથી.