16થી વધુ ભાષાઓમાં ગીતો ગાનારા આ સિંગરને આજે આખી દુનિયા ઓળખે છે. આ સિંગર માત્ર ટેલેન્ટેડ જ નથી, પરંતુ તેણે ખૂબ નાની ઉંમરમાં જ પોતાની અલગ ઓળખ બનાવી લીધી હતી. 90ના દાયકામાં પોતાના સુરીલા અવાજથી જાણીતા બનેલા આ સિંગરે માત્ર ગીતો જ નથી ગાયા, પરંતુ ટીવી પર એન્કરિંગ કરીને પણ દર્શકોનું દિલ જીત્યું છે.

ટીવી અને સંગીતની દુનિયાનું મોટું નામ

આ કલાકારે ફિલ્મો ઉપરાંત અનેક મોટા રિયાલિટી શો હોસ્ટ કર્યા છે અને લાઈવ શોમાં પણ પોતાની અલગ ઓળખ બનાવી છે. તે આજે પણ ટીવી અને સંગીતની દુનિયાનું મોટું નામ છે અને તે બીજું કોઈ નહીં પરંતુ આદિત્ય નારાયણ છે. સિંગર આદિત્ય નારાયણ આજે પોતાનો 38મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. ગીતો સુધી તો બધું બરાબર રહ્યું, પરંતુ જ્યારે તેઓ ફિલ્મમાં હીરો બનીને આવ્યા, ત્યારે ફિલ્મ ખરાબ રીતે નિષ્ફળ રહી.

ડેબ્યૂ ફિલ્મ થઈ સુપરફ્લોપ

પ્રખ્યાત સિંગર ઉદિત નારાયણના દીકરા હોવાને કારણે સંગીત તેને વારસામાં મળ્યું હતું, પરંતુ તેણે પોતાની ઓળખ જાતે બનાવી. તેનું આખું બાળપણ કેમેરા અને માઇક વચ્ચે જ પસાર થયું છે. બાળપણમાં ફિલ્મ પરદેસનું ગીત યે દિલ દીવાના અને જબ પ્યાર કિસીસે હોતા હૈનું ટાઇટલ ટ્રેક ગાઈને તેણે દરેકનું દિલ જીતી લીધું હતું. 16-17 ભાષાઓમાં ગીતો ગાનારા આદિત્ય નારાયણે વર્ષ 2010માં એક્ટિંગની દુનિયામાં પગ મૂક્યો હતો. તેણે વિક્રમ ભટ્ટની એક હોરર ફિલ્મથી હીરો તરીકે ડેબ્યૂ કર્યું હતું. હીરો તરીકે તેની ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ કમાલ કરી શકી નહોતી, પરંતુ તેણે હિંમત હારી નહોતી.
https://www.instagram.com/p/CsQdm6lvbC9/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

જ્યારે શાપિત એ આદિત્યને આપ્યો ઝટકો!

માત્ર હોરર ફિલ્મ શાપિતમાં એક્ટિંગ જ નહીં, પરંતુ આદિત્ય નારાયણે સંજય લીલા ભણસાલીની બ્લોકબસ્ટર ફિલ્મ ગોલિયોં કી રાસલીલા રામ-લીલામાં તતડ તતડ અને ઇશ્કિયા ઢિશ્કિયાઉં જેવા સુપરહિટ ગીતો પણ ગાયા છે. વિક્રમ ભટ્ટના નિર્દેશનમાં બનેલી ફિલ્મ શાપિત વર્ષ 2010માં રિલીઝ થઈ હતી, જે બોલીવુડની હોરર-થ્રિલર ફિલ્મ હતી. આ ફિલ્મથી પ્રખ્યાત સિંગર અને એન્કર આદિત્ય નારાયણે હીરો તરીકે બોલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું. તેની સાથે શ્વેતા અગ્રવાલ, શુભમ અને રાહુલ દેવ પણ ફિલ્મનો ભાગ હતા. ફિલ્મને લઈને ચર્ચા હોવા છતાં તે બોક્સ ઓફિસ પર સફળ થઈ શકી નહોતી અને તેને ફ્લોપ જાહેર કરવામાં આવી હતી. ફિલ્મનું બજેટ 8-10 કરોડ રૂપિયા વચ્ચે હોવાનું જણાવાયું હતું. જ્યારે નેટ કલેક્શન 5.50થી 6.00 કરોડ રૂપિયા હોવાનું જણાવાયું હતું. ફિલ્મ ફ્લોપ થવાનું કારણ તેની સ્ટોરીને માનવામાં આવ્યું હતું. જેના કારણે દર્શકો ફિલ્મ સાથે સંપૂર્ણ રીતે જોડાઈ શક્યા નહોતા, જોકે ફિલ્મના હોરર એલિમેન્ટ્સ સારા હતા. ફિલ્મનું મ્યુઝિક ખુદ આદિત્ય નારાયણ અને ચિરંતન ભટ્ટે તૈયાર કર્યું હતું. આ ફિલ્મ જિયો હોટસ્ટાર પર ફ્રીમાં જોઈ શકાય છે.

આ પણ વાંચો-Bachchan Family : 14 વર્ષની આરાધ્યાના સાદગીભર્યા અંદાજે લૂંટી મહેફિલ, ફેન્સ બોલ્યા- આ છે ઐશ્વર્યાના સંસ્કાર