દિવાળીના અવસરે રામાયણ રિલીઝ થઈ રહી છે. આ સાથે જ 90ના દાયકાની મોહરા, ગુપ્ત, યુદ્ધ અને વિધાતા પણ ફરીથી રિલીઝ થવાની ચર્ચાઓ છે. આ ફિલ્મ 1982માં રિલીઝ થઈ હતી અને બ્લોકબસ્ટર હિટ રહી હતી.
બોક્સ ઓફિસ કલેક્શન અને નફો
ફિલ્મના બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરીએ તો બોલીવુડ હંગામા મુજબ, આ ફિલ્મે 8 કરોડ રૂપિયાનું લાઈફટાઈમ કલેક્શન કર્યું હતું. રિપોર્ટ્સ અનુસાર ફિલ્મનું બજેટ 2 કરોડ 60 લાખ રૂપિયા હતું. આ હિસાબે ફિલ્મે બજેટ કરતાં 3.08 ગણી કમાણી કરી હતી અને ફિલ્મને 208 ટકાનો પ્રોફિટ મળ્યો હતો.
ફિલ્મે બનાવ્યો હતો આ મોટો રેકોર્ડ
ભારતીય બોક્સ ઓફિસ પર આ ફિલ્મ 1982ની હાઈએસ્ટ ગ્રોસિંગ ઈન્ડિયન ફિલ્મ બની હતી. આ ફિલ્મે અમિતાભ બચ્ચનની ફિલ્મ નમક હલાલને પણ પાછળ છોડી દીધી હતી. નમક હલાલ 1982ની ત્રીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની હતી. ભારતીય બોક્સ ઓફિસ પર વિધાતા 1982ની સૌથી મોટી હિટ ફિલ્મ હતી, જ્યારે મિથુન ચક્રવર્તીની ફિલ્મ ડિસ્કો ડાન્સર 1982ની વર્લ્ડવાઈડ હાઈએસ્ટ ગ્રોસિંગ ફિલ્મ સાબિત થઈ હતી.

ફિલ્મની સ્ટારકાસ્ટ અને ટીમ
આ ફિલ્મનું ડિરેક્શન સુભાષ ઘઈએ કર્યું હતું. ફિલ્મની સ્ટોરી અને સ્ક્રીનપ્લે સુભાષ ઘઈ, કાદર ખાન અને સચિન ભૌમિકે તૈયાર કર્યા હતા, જ્યારે ગુલશન રાય આ ફિલ્મના પ્રોડ્યુસર હતા. આ ફિલ્મમાં દિલીપ કુમાર, શમ્મી કપૂર, સંજીવ કુમાર, સંજય દત્ત, પદ્મિની કોલ્હાપુરે, સારિકા, મદન પુરી, અમરીશ પુરી અને સુરેશ ઓબેરોય જેવા દિગ્ગજ કલાકારો હતા. આ ફિલ્મ 3 ડિસેમ્બર 1982ના રોજ રિલીઝ થઈ હતી અને તેનો રન ટાઈમ 160 મિનિટનો હતો.
દિલીપ કુમાર અને શમ્મી કપૂરની જોડી
દિલીપ કુમાર અને શમ્મી કપૂર પહેલીવાર આ ફિલ્મમાં એકસાથે જોવા મળ્યા હતા. જ્યારે સારિકા અને સંજય દત્તે પહેલી અને છેલ્લીવાર સાથે કામ કર્યું હતું. ફિલ્મમાં દિલીપ કુમાર શમશેર સિંહના રોલમાં હતા, સંજીવ કુમાર અબુ બાબા, શમ્મી કપૂર ગુરબક્ષ સિંહ, સંજય દત્ત કુણાલ સિંહ, પદ્મિની દુર્ગા અને સારિકા નીલિમાના રોલમાં જોવા મળ્યા હતા. આ ફિલ્મ માટે શમ્મી કપૂરને બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. ફિલ્મની વાર્તાથી લઈને ગીતો સુધી બધું જ ખૂબ લોકપ્રિય રહ્યું હતું.
આ પણ વાંચો-Tamil Cinema : 400 કરોડનો આંકડો પાર! રજનીકાંતની જેલર 2 હિટ કે ફ્લોપ?