2026માં ઘણી ફિલ્મોએ બોક્સ ઓફિસ પર ધમાકો મચાવ્યો. ધુરંધર 2, જેલર 2એ બોક્સ ઓફિસ પર રેકોર્ડબ્રેક કમાણી કરી. જોકે, એવી ફિલ્મો પણ રહી જે બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી. ફિલ્મો પોતાનું બજેટ પણ કાઢી શકી નહીં અને દર્શકોને થિયેટર્સ સુધી ખેંચવામાં નિષ્ફળ રહી.
ધ રાજા સાબ
ઈન્ડિયા ફોરમ મુજબ, ફિલ્મ 350 કરોડના બજેટમાં બની હતી. જ્યારે ફિલ્મે 208.6 કરોડનું કલેક્શન કર્યું. ફિલ્મને 141.4 કરોડનું નુકસાન થયું. આ ફિલ્મને Maruthiએ ડાયરેક્ટ કરી. ફિલ્મમાં માલવિકા મોહનન, પ્રભાસ, નિધિ અગ્રવાલ, રિદ્ધિ કુમાર, ઝરીના વહાબ જેવા સ્ટાર્સ જોવા મળ્યા. આ ફિલ્મથી ફેન્સને ઘણી આશા હતી. જોકે, બોક્સ ઓફિસ પર ખરાબ રીતે ફ્લોપ થઈ ગઈ.

ઉસ્તાદ ભગત સિંહ
આ ફિલ્મ 150 કરોડના બજેટમાં બની હતી. ફિલ્મે 96.2 કરોડનું બોક્સ ઓફિસ કલેક્શન કર્યું. ફિલ્મને 53.8 કરોડનું નુકસાન થયું. ફિલ્મને હરીશ શંકરે ડાયરેક્ટ કરી. ફિલ્મમાં પવન કલ્યાણ લીડ રોલમાં હતા. ફિલ્મમાં તેઓ એસીપી ઉસ્તાદના રોલમાં હતા.

ભારત ભાગ્ય વિધાતા
આ ફિલ્મ 50 કરોડના બજેટમાં બની. ફિલ્મે ફક્ત 6.6 કરોડનું બોક્સ ઓફિસ કલેક્શન કર્યું. ફિલ્મને 43.4 કરોડનું નુકસાન થયું. ફિલ્મમાં કંગના રનૌત લીડ રોલમાં હતી. તે નર્સના પાત્રમાં હતી. મનોજ તાપડિયાએ ફિલ્મને ડાયરેક્ટ કરી. ફિલ્મમાં કંગના ઉપરાંત ગિરિજા ઓક, સ્મિતા તાંબે, ઈશા ડે, આદિત્ય મિશ્રા, ઝાહિદ ખાન, સુજીત દુબે જેવા સ્ટાર્સ પણ દેખાયા.
પેટ્રિઅટ
આ ફિલ્મ 120 કરોડના બજેટમાં બની હતી. ફિલ્મે 80.2 કરોડનો બિઝનેસ કર્યો. ફિલ્મને 39.8 કરોડનું નુકસાન થયું. ફિલ્મમાં મમૂટી, મોહનલાલ, ફહદ ફાસિલ, કુંચાકો બોબન, નયનતારા અને રેવતી જેવા સ્ટાર્સ જોવા મળ્યા.

ઈક્કીસ
ફિલ્મ ઈક્કીસ 60 કરોડના બજેટમાં બની હતી. ફિલ્મે દુનિયાભરમાં 41.2 કરોડની કમાણી કરી હતી. ફિલ્મને 18.8 કરોડનું નુકસાન થયું હતું. આ ફિલ્મમાં અગસ્ત્ય નંદા લીડ રોલમાં હતો. આ અગસ્ત્યની બીજી ફિલ્મ હતી. આ ધર્મેન્દ્રની છેલ્લી ફિલ્મ હતી.
આ પણ વાંચો-Bollywood : અનંત અંબાણી સાથેના વીડિયોને લઈને શાહરુખ ખાન એક્શનમાં, ઇન્ફ્લુએન્સરને મોકલી માનહાનિની નોટિસ!