સ્ટેન્ડ-અપ કોમેડિયન પ્રણિત મોરે આજકાલ ચર્ચાઓમાં છે. 370 બિરયાની વિવાદમાં હવે એક નવો વળાંક આવ્યો છે. આ વિવાદના કારણે પ્રણિત મોરે વિરુદ્ધ FIR નોંધાઈ ગઈ છે.હાલમાં,જ યોજાયેલા કોમેડિયનના શોમાં આવેલા હિમાંશુ જાંગડા નામના એક શખ્સે 370ની બિરયાનીનો કિસ્સો સંભળાવતા મહિલાઓ પર વાંધાજનક ટિપ્પણી કરી, જેના પછી સોશિયલ મીડિયા પર હિમાંશુ જાંગડાની સાથે-સાથે પ્રણિત મોરેને પણ ખૂબ ટ્રોલ કરવામાં આવી રહ્યા છે.  હવે પ્રણિત મોરેની મુશ્કેલીઓ વધુ વધી ગઈ છે.


પ્રણિત મોરેને કરવામાં આવી રહ્યો છે ટ્રોલ

તાજેતરમાં જ ગુરુગ્રામમાં યોજાયેલા પ્રણિત મોરેના એક શો દરમિયાન 23 વર્ષના હિમાંશુ જાંગડાએ પોતાનો ડેટિંગ એક્સપિરિયન્સ શેર કર્યો હતો. હિમાંશુએ આ દરમિયાન મહિલાઓ માટે કેટલીય વાંધાજનક વાતો કહી હતી. હિમાંશુની આ વાતો પર પ્રણિત મોરે જોરજોરથી હસ્યો અને હિમાંશુની વાતોની વિગતો પણ જાણી, જેના પછી સોશિયલ મીડિયા પર પ્રણિત મોરેના શોની આ ક્લિપ ખૂબ જ ઝડપથી વાયરલ થઈ ગઈ. હિમાંશુ જાંગડાની સાથે-સાથે પ્રણિત મોરેને પણ આકરી ટીકાઓનો સામનો કરવો પડ્યો.

પોલીસે નોંધી FIR

વધતા વિવાદને જોતા પ્રણિત મોરેએ પબ્લિકલી માફી માગી અને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને પણ ડીએક્ટિવેટ કરી દીધું. બીજી તરફ ટીવીના સિતારાઓથી લઈને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ પ્રણિત મોરેની ખૂબ ટીકા કરી રહ્યા છે અને સાથે જ કોમેડિયનના શોને બંધ કરવાની ડિમાન્ડ પણ કરી રહ્યા છે. હવે પ્રણિત મોરે પર મહારાષ્ટ્ર સાયબર પોલીસે એક્શન લીધું છે અને કોમેડિયન પર એફઆઈઆર નોંધાઈ ચૂકી છે.

હિમાંશુ જાંગડાને નોકરીમાંથી કાઢ્યો

બીજી તરફ હિમાંશુ જાંગડાને પણ નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો છે. વિવાદ પછી હિમાંશુની કંપની તરફથી એક વીડિયો જાહેર કરવામાં આવ્યો હતો, જેમાં હિમાંશુને નોકરીમાંથી કાઢી મૂકવાની વાત કહેવામાં આવી હતી. હિમાંશુ જાંગડાને પણ સોશિયલ મીડિયા પર ખૂબ નફરત મળી રહી છે.

સેજલ પવારનો વીડિયો પણ વાયરલ

પ્રણિત મોરેના એક અન્ય શોમાં સેજલ પવાર નામની છોકરીનો પણ વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જે એક ડોક્ટર છે. સેજલ જણાવી રહી છે કે મેડિકલ રિસર્ચ માટે જે દાનમાં મૃતદેહો આપવામાં આવે છે, અમે તેમના પ્રાઇવેટ પાર્ટ્સ જોઈને તેમની મજાક ઉડાવીએ છીએ. જેના પછી સેજલને પણ ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો છે. સેજલે એક વીડિયો જાહેર કરીને બધાની માફી માગી છે અને કહ્યું છે કે તે ભવિષ્યમાં આવી ભૂલો નહીં કરે.

આ પણ વાંચો-Dhurandhar 2નો રેકોર્ડ તોડવા આવી રહ્યો છે સની દેઓલ! આ 8 શાનદાર ફિલ્મોથી બોક્સ ઓફિસ પર મચાવશે ધૂમ

  • Follow us on: