ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં પત્રકાર પોપટલાલનું પાત્ર ભજવીને ઘરે-ઘરે મશહૂર થયેલા એક્ટર શ્યામ પાઠક આજે કોઈ ઓળખના મોહતાજ નથી. શોમાં તેમની દુલ્હનને લઈને શોધ ચાલુ છે અને તેઓ કુંવારા છે, પરંતુ અસલી જિંદગીમાં તેમના લગ્ન થઈ ચૂક્યા છે અને તેઓ ત્રણ બાળકોના પિતા છે. શ્યામ પાઠક 12 જૂને પોતાનો 54મો બર્થડે સેલિબ્રેટ કરી રહ્યા છે.
ત્રણ બાળકોના પિતા છે શ્યામ પાઠક
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલ છેલ્લા 18 વર્ષથી ઓડિયન્સનું એન્ટરટેઈનમેન્ટ કરતી આવી રહી છે. આ શોના દરેક પાત્રએ લોકોના દિલમાં પોતાનું એક અલગ સ્થાન બનાવ્યું છે, જેમાં એક નામ પત્રકાર પોપટલાલ ઉર્ફે શ્યામ પાઠકનું છે. આ શોને 18 વર્ષ પૂરા થઈ ગયા છે, પરંતુ આમાં પત્રકાર પોપટલાલના હજુ સુધી લગ્ન થઈ શક્યા નથી. દર વખતે શોમાં તેમનું દિલ તૂટી જાય છે તો કેટલીય વાર લગ્ન થતાં-થતાં રહી જાય છે. જો કે, રીયલ લાઈફમાં પોપટલાલ પરિણીત છે અને તેમને 3 બાળકો છે.

પોતાની ક્લાસમેટ સાથે કર્યા લગ્ન
પત્રકાર પોપટલાલે વર્ષ 2003માં પોતાની ક્લાસમેટ રશ્મિ પાઠક સાથે લગ્ન કર્યા હતા. બંનેની પહેલી મુલાકાત નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા માં થઈ હતી. આ દરમિયાન બંને વચ્ચે દોસ્તી થઈ અને નિકટતા વધવા લાગી. આ દોસ્તી ક્યારે પ્રેમમાં બદલાઈ ગઈ તેની કોઈને ખબર ન પડી. મીડિયા રિપોર્ટ અનુસાર, શ્યામ અને રશ્મિનો પરિવાર તેમના લગ્નની વિરુદ્ધ હતો. બંનેએ પરિવારની વિરુદ્ધ જઈને NSD ના છેલ્લા દિવસના બરાબર એક દિવસ પહેલા એક આર્ય સમાજ મંદિરમાં લગ્ન કરી લીધા હતા.

સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે શ્યામ પાઠક
શ્યામ પાઠક અને રશ્મિને ત્રણ બાળકો છે. એક દીકરી નિયતિ અને બે દીકરા પાર્થ તેમજ શિવમ. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દુનિયા હિલા દુંગા કહેનારા પોપટલાલ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. તેઓ અવારનવાર પોતાની ફેમિલી સાથે ફોટોઝ પણ શેર કરતા રહે છે. ફેમિલી સાથેના ફોટોઝમાં શ્યામ પાઠકને ઓળખવા થોડા મુશ્કેલ બની જાય છે.
આ પણ વાંચો-Retro Music : 64 વર્ષ જૂનું લતા મંગેશકરનું આ ગીત જે આજે પણ રાતોની ઊંઘ ઉડાડી દે છે...!