ભારત સરકારે સોશિયલ મીડિયા પર ચાલી રહેલા તે સમાચારોને ફગાવી દીધા છે, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે RBI આ મહિનાના અંત સુધીમાં તમામ કાગળની નોટો હટાવીને તેની જગ્યાએ પ્લાસ્ટિકની નોટો લાવશે.


RBIએ સમાચારોનું કર્યું ખંડન

સરકારે સ્પષ્ટ કર્યું છે કે કેન્દ્રીય બેંકે એવો કોઈ નિર્દેશ જાહેર કર્યો નથી અને વર્તમાન કાગળનું ચલણ વ્યવહારમાં ચાલુ રહેશે. પત્ર સૂચના કાર્યાલય (PIB) ફેક્ટ ચેકે એક્સ (X) પર કહ્યું કે, ઇન્ટરનેટ મીડિયા પર કેટલીય પોસ્ટમાં ખોટો દાવો કરવામાં આવી રહ્યો છે કે RBI 30 જૂન, 2026 થી કાગળની નોટો હટાવીને તેની જગ્યાએ પ્લાસ્ટિકની નોટો લાવવા જઈ રહી છે.

RBIની ભ્રામક સમાચારોથી બચવાની સલાહ

પીઆઈબીએ જણાવ્યું કે આ દાવો સંપૂર્ણપણે નકલી (ફેક) છે. નાણા મંત્રાલયના અધિકારીઓએ એ વાત પર ભાર મૂક્યો છે કે મેસેજિંગ એપ પર સંવેદનશીલ નાણાકીય સમાચારો આગળ મોકલતા પહેલા લોકોએ સાવચેતી રાખવી જોઈએ. ચલણ હટાવવા અંગેની ખોટી માહિતીથી અવારનવાર વેપારીઓ અને સામાન્ય નાગરિકો વચ્ચે બિનજરૂરી મૂંઝવણ અને ચિંતા ઊભી થાય છે. પીઆઈબી ફેક્ટ ચેક હેન્ડલે જણાવ્યું કે, સાચી માહિતી માટે હંમેશા RBIની સત્તાવાર વેબસાઇટ rbi.org.in જુઓ.

આ પણ વાંચો-પૃથ્વીનો એકમાત્ર અમર જીવ! જે ક્યારેય નથી મરતો, નામ જાણીને ચોંકી જશો!

  • Follow us on: