2026નો ચોથો મહિનો હવે પૂરો થવા આવ્યો છે. આ વર્ષના શરૂઆતના ચાર મહિનામાં સાઉથ અને બોલીવુડની અનેક ફિલ્મો રિલીઝ થઈ, જેમાં કેટલીક હિટ રહી તો કેટલીક ફ્લોપ. જો બોક્સ ઓફિસ રિપોર્ટ પર નજર કરીએ તો, ધુરંધર 2 જેવી મોટી ફિલ્મોને બાદ કરતાં, મોટા બજેટ કરતા નાના બજેટની ફિલ્મોએ વધુ કમાણી કરી છે. તેમાં પણ સાઉથની ફિલ્મોની યાદી લાંબી છે. આવી જ એક મલયાલમ ફિલ્મ છે જેણે બોક્સ ઓફિસ પર 500 ટકા પ્રોફિટ મેળવ્યો છે.
મલયાલમ કોમેડી ફિલ્મ
એક મલયાલમ કોમેડી ફિલ્મ છે, જેનું બજેટ ઘણું ઓછું છે અને કોઈ મોટી સ્ટાર કાસ્ટ પણ નથી. જ્યારે બોક્સ ઓફિસ પર આદિત્ય ધરની ફિલ્મ 'ધુરંધર 2'ની આંધી હતી, ત્યારે આ મલયાલમ ફિલ્મ શાંતિથી રિલીઝ થઈ અને 500 ટકા પ્રોફિટ કમાઈ ગઈ. આ ફિલ્મનું નામ છે આડૂ 3.
આડૂ 3ની કમાણી અને બજેટ
રિપોર્ટ મુજબ, મલયાલમ ફિલ્મ આડૂ 3નું બજેટ અંદાજે 20 કરોડ રૂપિયા છે, જ્યારે તેની કમાણી 100 કરોડને પાર કરી ગઈ છે. ધુરંધર 2 જેવી મોટી ફિલ્મની રિલીઝ વચ્ચે પણ આ ફિલ્મે પહેલા દિવસે 6.03 કરોડની શાનદાર શરૂઆત કરી હતી. ફિલ્મનું ફાઈનલ ઇન્ડિયા નેટ કલેક્શન 51.13 કરોડ રહ્યું, જ્યારે ગ્રોસ કલેક્શન 60.33 કરોડ સુધી પહોંચ્યું છે.
ઓવરસીઝ માર્કેટમાં 7મી હાઈએસ્ટ ગ્રોસિંગ ફિલ્મ
આડૂ 3 ઓવરસીઝ માર્કેટમાં 7મી હાઈએસ્ટ ગ્રોસિંગ મલયાલમ ફિલ્મ બની ગઈ છે. તેણે પૃથ્વીરાજ સુકુમારનની આદુજીવિથમ્: ધ ગોટ લાઈફ (59.5 કરોડ), આવેશમ્ (56 કરોડ) અને લ્યુસિફર (50.5 કરોડ) જેવી મોટી ફિલ્મોને પાછળ છોડી દીધી છે. આ યાદીમાં L2 એમ્પુરાન (142.5 કરોડ) અને લોકા ચેપ્ટર 1 (119.9 કરોડ) જેવી ફિલ્મો ટોપ પર છે.
મેકર્સને થયો 500 ટકાનો જંગી નફો
આ ફિલ્મે વિદેશમાં પણ શાનદાર બિઝનેસ કર્યો છે. તેનું ઓવરસીઝ કલેક્શન 61 કરોડ રૂપિયા હતું, જેના કારણે ફિલ્મનું વર્લ્ડવાઈડ ગ્રોસ કલેક્શન 121.33 કરોડ રૂપિયા થઈ ગયું છે. 20 કરોડના બજેટ સામે ફિલ્મનો કુલ નફો 101.33 કરોડ રૂપિયા રહ્યો છે, જે મેકર્સ માટે 500 ટકા જેટલા જંગી નફા સમાન છે.
આ પણ વાંચો-Bollywood Legend : બિઝનેસમેન સાથે લગ્ન પર મુમતાઝનો મોટો ખુલાસો, કરિયરના પીક પર કેમ છોડી એક્ટિંગ?