70-80ના દાયકામાં મુમતાઝ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું એક એવું નામ હતું, જેમણે એકથી ચઢિયાતી એક ફિલ્મો આપી હતી. તેમની અને રાજેશ ખન્નાની જોડી સ્ક્રીન પર હિટ રહી હતી. તેમણે સાથે મળીને ઘણી હિટ ફિલ્મો આપી છે, જેના માટે તેમને આજે પણ યાદ કરવામાં આવે છે. મુમતાઝે અભિનયમાં કારકિર્દીની શરૂઆત બાળ કલાકાર તરીકે કરી હતી. તેમની પ્રથમ હિટ ફિલ્મ 1967માં મળી હતી, જેમાં તેમની સાથે દિલીપ કુમારને કાસ્ટ કરવામાં આવ્યા હતા. તેનું ટાઈટલ રામ ઔર શ્યામ હતું. આ તેમના કરિયરનો ટર્નિંગ પોઈન્ટ રહી હતી, પરંતુ ટૂંક સમયમાં એવો સમય પણ આવી ગયો હતો જ્યારે તેમણે સ્ક્રીનથી અંતર બનાવી લીધું હતું. આ અંગે મુમતાઝે વર્ષો પછી વાત કરી છે અને કહ્યું કે તે સમયે તેમની પાસે કોઈ વિકલ્પ નહોતો.


બિઝનેસમેન સાથે કર્યા લગ્ન

મુમતાઝે વર્ષ 1974માં ગુજરાતી હિન્દુ બિઝનેસમેન મયૂર માધવાણી સાથે લગ્ન કર્યા હતા અને ફિલ્મોથી દૂર થઈને લંડનમાં સેટલ થઈ ગયા હતા. તેમના લગ્ન ઇન્ટરફેથ (આંતરધર્મ) હતા, જેના કારણે તે સમયે ઘણી ચર્ચામાં રહ્યા હતા. પરંતુ, ન તો અભિનેત્રી કે ન તો તેમના પરિવારને આ સંબંધ પર કોઈ સમસ્યા હતી. એવામાં હવે વર્ષો પછી કરિયરના પીક પર અભિનય છોડવા અને આંતરધર્મ લગ્ન પર અભિનેત્રીએ રિએક્શન આપ્યું છે. તેમણે વિકી લાલવાની સાથે વાત કરી હતી.

મુમતાઝ બોલ્યા- મારી પાસે કોઈ વિકલ્પ નહોતો

વિકી લાલવાની સાથેની વાતચીતમાં મુમતાઝે જણાવ્યું કે, તે સમયે મારી પાસે કોઈ ચોઈસ નહોતી. મારી માતા, દાદી અને આન્ટીએ આ પ્રપોઝલ સ્વીકારી લીધું હતું. તેઓ પરિવારને જાણતા હતા અને તેમણે મને એક્ટિંગ છોડવાનું સૂચન કર્યું. મુમતાઝ આગળ જણાવે છે, અમારા પરિવારમાં ક્યારેય કોઈએ હિન્દુ અને મુસ્લિમ પર ધ્યાન આપ્યું નથી. અમે ક્યારેય ધર્મોમાં ભેદભાવ કર્યો નથી. મારી બહેને પણ હિન્દુ સાથે જ લગ્ન કર્યા છે- રંધાવા જી સાથે.


ગુજરાતી હિન્દુ બિઝનેસમેન સાથેના લગ્ન અંગે મુમતાઝ કહે છે, તેમની સાથે મારા લગ્ન વિધિના લેખ હતા અને મેં મારા પરિવારની સલાહ માની. હું રૂઢિચુસ્ત પરિવારમાંથી આવું છું- ઈરાની લોકો આવા જ હોય છે.

લગ્ન પછી કેવી હતી મુમતાઝની જિંદગી?

આ સાથે જ મુમતાઝે લગ્ન પછીના તેમના જીવન વિશે વાત કરતા કહ્યું, લગ્ન પછી ક્યારેય મારે મારા અંગત જીવનમાં ફેરફાર કરવાની જરૂર પડી નથી. હું માધવાણી પરિવારની સંપત્તિનું વર્ણન કરવા નથી માંગતી, પરંતુ ત્યાં ઘણા રસોઈયા હતા. ત્યાં શાકાહારી અને માંસાહારી લોકો માટે અલગ રસોઈ બનતી હતી. મારા પર ક્યારેય નોન-વેજ છોડવા માટે દબાણ કરવામાં આવ્યું નહોતું. મારા પતિ શાકાહારી છે, પરંતુ તેમણે મને ક્યારેય મારું ભોજન બદલવા માટે કહ્યું નથી.

ફિરોઝ ખાન સાથેના સંબંધો પર બોલ્યા મુમતાઝ

એટલું જ નહીં, ફિરોઝ ખાન સાથેના સંબંધો પર પણ મુમતાઝે વાત કરી અને જૂના દિવસોને યાદ કરતા કહ્યું, હુ ફિરોઝને લગ્ન પહેલાથી જાણતી હતી. તેમની તે સમયે ઇંગ્લેન્ડમાં ગર્લફ્રેન્ડ હતી. અમે ખૂબ સારા મિત્રો હતા અને સાથે કામ પણ કરતા હતા. એવી કોઈ સ્ત્રી નહીં હોય જે તેમને આકર્ષક ન માનતી હોય, તેઓ ખૂબ સુંદર હતા. અભિનેત્રી માને છે કે તેઓ બંને ઈરાની મૂળના હતા, તેથી જ એકબીજા સાથે કનેક્ટ થઈ ગયા હતા. જોકે, તેમણે આ વાતચીતમાં એ પણ કબૂલ્યું કે તેમની વચ્ચે કોઈ પ્રેમ સંબંધ નહોતો. ફિરોઝ ખાનના પુત્ર ફરદીન ખાન સાથે મુમતાઝની પુત્રી નતાશા માધવાણીના લગ્ન થયા છે. બંનેએ વર્ષ 2005માં લગ્ન કર્યા હતા. મુમતાઝ ફિરોઝના પરિવાર વિશે કહે છે કે તે ખૂબ જ સારો પરિવાર છે અને ફિરોઝના બાળકો ખૂબ જ સારા છે.

આ પણ વાંચો- આલિયા ભટ્ટ જો રશિયન, ચાઈનીઝ કે બ્રાઝિલિયન હોત તો કેવી દેખાતી? એક્ટ્રેસની તસવીરો જોઈ ફેન્સ થયા હેરાન!

  • Follow us on: