ફિલ્મ 'સિતારે જમીન પર' ની સફળતા બાદ આમિર ખાન ખૂબ જ ઉત્સાહમાં છે. આમિર ખાન એવા સ્ટાર્સમાંથી એક છે જેમને ફિલ્મોમાં પ્રયોગ કરવામાં કોઈ વાંધો નથી. કહેવામાં આવી રહ્યું છે કે, હવે અભિનેતા સોનમ-રાજા રઘુવંશી સાથે જોડાયેલા હનીમૂન હત્યા કેસ પર ફિલ્મ બનાવવા જઈ રહ્યો છે. ઘણા યુવાનો લગ્નને લઈને મૂંઝવણમાં ફસાયેલા છે ત્યારે આમિર ખાન આ કેસ વિશે શક્ય તેટલું વધુ જાણવાનો પ્રયાસ કરી રહ્યો છે.


શું આમિર ખાન રાજા રઘુવંશીની ભૂમિકા ભજવશે ?

મેઘાલય હત્યા કેસમાં જ્યારે દુલ્હન સોનમે તેના પતિ રાજા રઘુવંશીની હત્યાનો ગુનો કબૂલ કર્યો ત્યારે કેસના પડઘા પડવા લાગ્યા હતા. જો આ કેસ પર ફિલ્મ બનાવવામાં આવે છે તો શું આમિર ખાન રાજા રઘુવંશીની ભૂમિકા ભજવશે તે ફક્ત તેનું નિર્માણ કરશે? ત્યારે સોનમની ભૂમિકા માટે કઈ અભિનેત્રીને પસંદ કરશે આ ખરેખર રસપ્રદ સવાલ છે.


મેઘાલય હત્યા કેસ પર કામ શરૂ

ફિલ્મ વિશે હજુ સુધી કોઈ સ્પષ્ટ માહિતી નથી. અહેવાલ મુજબ, આમિર ખાન કેસની વિગતો પર તેના નજીકના લોકો સાથે વાત કરી રહ્યો છે. જો તે ફિલ્મમાં ભૂમિકા ભજવે છે તો તે ખરેખર ખાસ હશે. આમિર ખાનનું પ્રોડક્શન હાઉસ મેઘાલય હત્યા કેસ પર કામ કરી શકે છે જોકે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી. જો તે આ કેસ પર ફિલ્મ બનાવે છે તો તે આશ્ચર્યજનક નહીં હોય કારણ કે તે સામાજિક મુદ્દાઓ પર ફિલ્મો બનાવવા માટે પ્રખ્યાત છે.

તમને જણાવી દઈએ કે, આમિર ખાન ફિલ્મ 'દંગલ' અને 'તારે જમીન પર' જેવી ફિલ્મોથી તેમણે સમાજ પર ઊંડી અસર પાડી છે. આમિર ખાન 'મહાભારત' પર ફિલ્મ બનાવવા માટે પણ સંમત થયા છે. તે આ પ્રોજેક્ટ પર પણ પૂરા દિલથી કામ કરી રહ્યા છે.


  • Follow us on: