એજ્યુકેટર અને એક્ટિવિસ્ટ સોનમ વાંગચુક 20 દિવસથી દિલ્હીના જંતર મંતર પર ભૂખ હડતાળ પર બેઠેલા છે. આ દરમિયાન તેમનું વજન પણ ઘણું ઓછું થઈ ગયું છે. તેઓ કોકરોચ પાર્ટીના સમર્થનમાં ઉપવાસ કરી રહ્યા છે અને એજ્યુકેશન મિનિસ્ટર ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગણી કરી રહ્યા છે. દરેક વ્યક્તિ તેમના સ્વાસ્થ્યને લઈને ચિંતા વ્યક્ત કરી રહી છે.
સોશિયલ મીડિયા પર ટ્રોલિંગ અને ખુલાસો
આ બધાની વચ્ચે ઝીનત અમાનથી લઈને સ્વરા ભાસ્કર સુધી બોલીવુડના તમામ સેલેબ્સ સોનમ વાંગચુકના સપોર્ટમાં આગળ આવ્યા છે. 3 ઇડિયટ્સમાં સોનમ વાંગચુકથી ઇન્સપાયર્ડ પાત્ર ભજવીને ખૂબ પ્રશંસા મેળવનારા બોલીવુડના સુપરસ્ટાર આમિર ખાન એજ્યુકેટર અને એક્ટિવિસ્ટને લઈને કંઈ ન બોલવા પર સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ થઈ રહ્યા હતા. ફાઇનલી આમિર ખાને આના પર મૌન તોડ્યું છે, સાથે જ તેમણે એ વાત પણ ક્લિયર કરી છે કે 3 ઇડિયટ્સમાં તેમનું પાત્ર રેંચો સોનમ વાંગચુકથી ઇન્સપાયર્ડ ન હતું.
લંડન ફિલ્મ ફેસ્ટિવલમાં વાતચીત
ગુરુવારે, આમિરે લગાનના સ્ક્રીનિંગ માટે લંડન ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલના ક્લોઝિંગ ઇવેન્ટમાં ભાગ લીધો હતો. સ્ક્રીનિંગ પછી, આમિરે ફિલ્મની રિલીઝના 25 વર્ષ પછી તેની અસર અને મહત્વ પર વાતચીત કરી. આ દરમિયાન તેમણે દર્શકોના સવાલોના જવાબ પણ આપ્યા. વાતચીત દરમિયાન, આમિરને સોનમ વાંગચુક વિશે પૂછવામાં આવ્યું. એવું માનવામાં આવે છે કે બ્લોકબસ્ટર ફિલ્મ '3 ઇડિયટ્સ' માં તેમનું પાત્ર 'રેંચો' સોનમ વાંગચુકથી જ ઇન્સપાયર્ડ હતું. ચર્ચામાં સોનમ વાંગચુકની ચાલી રહેલી અનિશ્ચિતકાલીન ભૂખ હડતાળનો ઉલ્લેખ પણ થયો અને એક્ટરને આ મુદ્દે તેમના વિચારો પૂછવામાં આવ્યા.
https://x.com/PTI_News/status/2077974406966673900
પાત્ર વિશે આમિર ખાનની સ્પષ્ટતા
3 ઇડિયટ્સ માટે સોનમ વાંગચુકથી ઇન્સ્પિરેશન લેવાની વાત પર આમિરે કહ્યું, ના, હકીકતમાં આ સાચું નથી. આ એક ગેરસમજ છે. જ્યારે અમે '3 ઇડિયટ્સ' ફિલ્મ બનાવી રહ્યા હતા, ત્યારે મને મિસ્ટર સોનમ વિશે ખબર નહોતી. મેં હાલમાં જ ચતુરનો એક વીડિયો જોયો, જેમાં તેણે એવું કહ્યું હતું, પરંતુ તે ખોટું છે. હોઈ શકે કે ચતુર એવું વિચારતો હોય, પરંતુ હું તમને જણાવવા માગું છું કે ન તો રાજુ કે ન તો અભિજાત (રાજકુમાર હિરાની અથવા અભિજાત જોશી) જે ફિલ્મના બે રાઇટર્સ છે, અમારામાંથી કોઈને પણ મિસ્ટર સોનમ વિશે માહિતી નહોતી. જો કે, મિસ્ટર સોનમ જે કામ કરી રહ્યા છે, તે ખૂબ જ સરસ છે. તેમની અને તેમના કામની ઇજ્જત કરવા માટે એ જરૂરી નથી કે તેઓ 3 ઇડિયટ્સના કોઈ પાત્ર પર આધારિત હોય.
ઉપવાસ ખતમ કરવાની કરી અપીલ
આ પછી, આમિરને સોનમ વાંગચુકના સ્વાસ્થ્યને લઈને વધતી ચિંતાઓ વિશે પૂછવામાં આવ્યું, કારણ કે તેઓ દિલ્હીના જંતર-મંતર પર અનિશ્ચિતકાલીન ભૂખ હડતાળ પર બેઠા છે. આના પર આમિરે કહ્યું, અમે બધા તેમના સ્વાસ્થ્ય અને જિંદગીને લઈને ખૂબ જ ચિંતિત છીએ, અમને આશા છે કે બધું બરાબર થઈ જશે. અમે બધા એ જ આશા રાખી રહ્યા છીએ કે તેઓ પોતાના ઉપવાસ ખતમ કરી દે. આ પહેલા 3 ઇડિયટ્સમાં ચતુરનું પાત્ર ભજવીને ફેમસ થયેલા એક્ટર ઓમી વૈદ્યએ પણ સોનમ વાંગચુકનો સપોર્ટ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે તેઓ સોનમ વાંગચુકને મરતા જોઈ શકતા નથી.
આ પણ વાંચો-Mouni Roy સાથેના અફેરની ચર્ચા પર અર્જુન બિજલાની ગુસ્સે, આપ્યો સ્પષ્ટ જવાબ!