બોલીવૂડ અભિનેતા આમિર ખાનના ત્રીજા લગ્ન બાદ હવે આ મામલે ધાર્મિક અને સામાજિક ચર્ચા શરૂ થઈ છે. મુસ્લિમ પર્સનલ દારુલ ઈફ્તાના શાહી ચીફ મુફ્તિ મૌલાના ઈફરાહિમ હુસૈને આમિર ખાનના લગ્નને લઈને નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ઈસ્લામિક માન્યતાઓ અનુસાર મુસ્લિમ પુરુષે બિન-મુસ્લિમ મહિલા સાથે લગ્ન કરવા અંગે અલગ ધાર્મિક નિયમો છે અને આવા નિર્ણયને શરીયતના દૃષ્ટિકોણથી યોગ્ય માનવામાં આવતો નથી.
મુસ્લિમ સમાજના લોકોને ધાર્મિક શિક્ષણ અને પરંપરાઓનું પાલન કરવાની અપીલ
મૌલાના ઈફરાહિમ હુસૈને પોતાના નિવેદનમાં મુસ્લિમ સમાજના લોકોને ધાર્મિક શિક્ષણ અને પરંપરાઓનું પાલન કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે દરેક વ્યક્તિએ પોતાના ધર્મના સિદ્ધાંતોનું સન્માન કરવું જોઈએ અને એવા નિર્ણયોથી બચવું જોઈએ, જેનાથી સમાજમાં વિવાદ અથવા ગેરસમજ ઊભી થાય. આ નિવેદન આમિર ખાનની ત્રીજા લગ્ન બાદ સામે આવ્યું છે. આમિર ખાને 5 જુલાઈ 2026ના રોજ પોતાની ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રેટ સાથે મુંબઈના પાલી હિલ સ્થિત પોતાના નિવાસસ્થાને ખાનગી સમારોહમાં લગ્ન કર્યા હતા. આ લગ્નમાં માત્ર પરિવારના સભ્યો અને નજીકના મિત્રો હાજર રહ્યા હતા.
