ટીવી અભિનેત્રી દીપિકા કક્કરનો એક ક્યૂટ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તે પોતાના બે વર્ષના પુત્ર રૂહાનને નમાઝ બાદ 'અલિફ-બે' શીખવતી જોવા મળે છે. આ ખાસ પળે ચાહકોનું દિલ જીતી લીધું છે અને કોમેન્ટ્સમાં "માશાઅલ્લાહ" કહીને પ્રેમ વરસાવ્યો છે. જોકે કેટલાક યુઝર્સે સવાલો પણ ઉઠાવ્યા, પરંતુ મોટાભાગના લોકોએ દીપિકાના સંસ્કાર અને માતૃત્વના વખાણ કર્યા.

પુત્ર સાથે દીપિકાનો વીડિયો થયો વાયરલ

ટીવી અભિનેત્રી દીપિકા કક્કર અને શોએબ ઈબ્રાહિમ પોતાના વ્લોગ દ્વારા ચાહકોને તેમના જીવનની ખાસ પળોથી સતત માહિતગાર રાખે છે. તાજેતરમાં શેર કરાયેલા નવા વ્લોગમાં દીપિકાએ પોતાના નવા કલેક્શનની ઝલક બતાવવાની સાથે પરિવાર સાથે વિતાવેલી કેટલીક સુંદર ક્ષણો પણ શેર કરી હતી. તેમાં સૌથી વધુ ધ્યાન ખેંચનાર દૃશ્ય તેના પુત્ર રૂહાન સાથેનું હતું.

રૂહાનને ઘરે જ ભણાવી રહી છે દીપિકા

વીડિયોમાં દીપિકા પોતાના બે વર્ષના પુત્ર રૂહાનને ઘરે જ ભણાવતી જોવા મળે છે. તે તેને 'અલિફ-બે' શીખવી રહી છે, જેને જોઈને ચાહકો ખૂબ જ ખુશ થયા હતા. ઘણા લોકોએ દીપિકાને "સુપરમોમ" કહીને વખાણી હતી. એક યુઝરે લખ્યું કે આટલી આધુનિક હોવા છતાં દીપિકા પોતાના વિશ્વાસને ભૂલી નથી અને પુત્રને સિપારા શીખવી રહી છે, જેથી તે ભવિષ્યમાં કુરાન વાંચી શકે.

પ્રશંસા સાથે કેટલાક સવાલો પણ ઉઠ્યા

જ્યાં એક તરફ ચાહકોએ "માશાઅલ્લાહ" કહીને પ્રેમ અને શુભેચ્છાઓ વરસાવી, ત્યાં કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સે દીપિકાના ધર્મને લઈને પણ સવાલો પૂછ્યા. ચર્ચાઓ વચ્ચે એ પણ સામે આવ્યું કે દીપિકાએ ઉર્દૂ ભાષા પણ શીખી છે. જોકે મોટાભાગના લોકોએ તેના માતૃત્વ અને પુત્રને ધાર્મિક મૂલ્યો શીખવવાના પ્રયાસોની પ્રશંસા કરી હતી.

મુશ્કેલ સમય પછી પરિવારમાં ફરી ખુશીઓ

આ પહેલીવાર નથી જ્યારે દીપિકા પોતાના પુત્રને ધાર્મિક મૂલ્યો શીખવતી જોવા મળી હોય. અગાઉ પણ તે રૂહાનને નમાઝ અદા કરવાનું શીખવતી જોવા મળી હતી. કેન્સરની સારવાર દરમિયાન પણ દીપિકાએ સકારાત્મક માનસિકતા જાળવી રાખી હતી, જેની ચાહકોએ ખૂબ પ્રશંસા કરી હતી. હવે મુશ્કેલ સમયમાંથી બહાર આવ્યા બાદ ઇબ્રાહિમ પરિવારના જીવનમાં ફરી ખુશીઓ પરત ફરી છે અને ચાહકો પણ તેમના માટે સતત શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.


આ પણ વાંચો : Zareen Khan on Paparazzi : અસભ્ય કમેન્ટ પર ભડકી ઝરીન ખાન, કેમેરા સામે જ પાપારાઝીનો ક્લાસ લગાવ્યો