પોપ્યુલર સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર અને બિગ બોસ ફેમ અબ્દુ રોજિક ઘણીવાર કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહે છે. આ સમયે અબ્દુ વિશે મોટા સમાચાર આવી રહ્યા છે. અબ્દુ રોજિકની દુબઈ પોલીસે ધરપકડ કરી છે. અબ્દુ પર ચોરીનો આરોપ છે. પરંતુ હજુ સુધી એ વાતનો ખુલાસો થયો નથી કે અબ્દુ પર શું ચોરીનો આરોપ છે.


તાજિકિસ્તાનનો આ વ્યક્તિ સિંગિગ માટે તેના દેશમાં ખૂબ જ ફેમસ છે. પરંતુ આ સિંગરે આખી દુનિયામાં પોતાની ઓળખ બનાવી લીધી છે. અબ્દુ રોજિક દુનિયાના સૌથી નાના સિંગર હોવાનો રેકોર્ડ ધરાવે છે. પોતાના લુક સિવાય તેને પોતાના રેપ ગીતોથી આખી દુનિયાનું ધ્યાન ખેંચ્યું છે. તેનું ગીત 'ઓહી દિલ્લી ઝોર' દુનિયાભરના લોકોને ખૂબ ગમ્યું છે.

મીડિયા રિપોર્ટ મુજબ યુવાન દેખાતા આ સિંગરની ઉંમર 21 વર્ષ છે. તેમની જન્મ તારીખ વિશે કોઈ ચોક્કસ માહિતી ઉપલબ્ધ નથી પરંતુ કેટલાક રિપોર્ટ મુજબ તેનો જન્મ વર્ષ 2003 માં તાજિકિસ્તાનના દિશાદ્રવા ગામમાં થયો હતો.

અબ્દુ રોઝિકની છે આ બિમારી

મીડિયા રિપોર્ટ મુજબ બાળપણમાં એક રોગને કારણે આ સિંગરની ઊંચાઈ વધી શકી ન હતી. એવું કહેવાય છે કે નાની ઉંમરે તેને રિકેટ્સ નામનો રોગ થયો હતો. હિન્દીમાં તેને સુખા રોગ પણ કહેવામાં આવે છે. પરિવારની નબળી આર્થિક સ્થિતિને કારણે તે સમયસર યોગ્ય સારવાર મેળવી શક્યો ન હતો, જેના કારણે તેમની ઊંચાઈ કાયમ માટે વધતી જતી બંધ થઈ ગઈ હતી.

તમને જણાવી દઈએ કે આ રોગને કારણે બાળકોના હાડકાંનો વિકાસ અટકી જાય છે, અને હાડકાં પણ નબળા પડી જાય છે. સામાન્ય રીતે વિટામિન ડીની ઉણપને આ રોગનું કારણ માનવામાં આવે છે.

બાળપણમાં ખૂબ જ દુઃખ સહન કરનાર અબ્દુ આજે આખી દુનિયામાં ખૂબ જ ફેમસ છે. આ સિંગરના આજે દુનિયાભરમાં ફેન છે. તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ ફેમસ છે. ઈન્સ્ટાગ્રામ પર તેના 7.5 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે, ફેન્સ તેમના પ્રિય સિંગરની પોસ્ટની આતુરતાથી રાહ જુએ છે. તે સલમાન ખાનના શો બિગ બોસ 16માં જોવા મળ્યો હતો. 

  • Follow us on: